'આ રીતે તો યુરોપનો અંત આવશે...' ડોનાલ્ડ ટ્રમ્પે ઉચ્ચારી ચેતવણી, જુઓ કેવી સલાહ આપી
Donald Trump: અમેરિકામાં ગેરકાયદે શરણાર્થીઓ પર કડક વલણ અપનાવ્યા બાદ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર યુરોપ પર છે. તેમણે યુરોપના દેશોને ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવાની સલાહ આપી છે. આ સાથે જ ટ્રમ્પે તેને 'ભયાનક આક્રમણ' પણ કહી દીધું હતું.
આ ભયાનક આક્રમણ રોકોઃ ટ્રમ્પ
સ્કૉટલેન્ડના એર ફોર્સ સ્ટેશન પર મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે યુરોપના દેશોને સૂચના આપતા કહ્યું કે, તમારે આ ભયાનક આક્રમણ રોકવાની સખત જરૂર છે.
આ પણ વાંચોઃ 'આ લોકો વાતોથી નહીં માને...', હમાસ પર ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયલને છુટ્ટો દોર આપ્યો
શું કહ્યું ટ્રમ્પે?
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'ગેરકાયદે ઇમિગ્રેશન પર તમારે બધાએ એકસાથે એક્શન લેવું જોઈએ. નહીંતર યુરોપ ખતમ થઈ જશે. અનેક દેશોના લોકો યુરોપમાં આવીને વસે છે. તમારે આ ભયાનક આક્રમણ રોકવું જોઈએ. અમુક લોકો આ ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવા નથી ઈચ્છતા. હું અત્યારે પણ તેનું નામ લઈ શકું છે. પરંતુ, હું કોઈને શરમમાં મૂકવા નથી ઈચ્છતો. વધતું જતું ઇમિગ્રેશન યુરોપ માટે જોખમ છે.
અમેરિકાનું ઉદાહરણ આપ્યું
અમેરિકા-મેક્સિકો બોર્ડર બંધ કરવાની વાતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે, 'તમને જાણ હશે કે, છેલ્લાં મહિના બાદ કોઈ અમારા દેશમાં ઘુસી નથી શક્યું. અમે કેટલાય ગેરકાયદે ઇમિગ્રેશનને દેશની બહાર મોકલી દીધા.
આ પણ વાંચોઃ આશરે 5 હજાર કરોડની લોન અને સૈન્ય વાહનો... PM મોદીની મુલાકાતમાં ભારતની માલદિવ્સને ભેટ
યુરોપમાં ગેરકાયદે ઇમિગ્રેશન
2020માં આવેલા સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, યુરોપમાં લગભગ 87 મિલિયન (8 કરોડ 70 લાખ) ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ રહે છે. જાન્યુઆરીમાં અમેરિકાન સત્તા સંભાળ્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો મુદ્દો ઉપાડ્યો અને અનેક લોકોને તેમના દેશ ડિપોર્ટ કરી દેવાયા હતા.
યુરોપની મુલાકાત
જણાવી દઇએ કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપની મુલાકાતે છે. સ્કૉટલેન્ડમાં ઉતર્યા બાદ ટ્રમ્પ જલ્દી યુકેના વડાપ્રધાન કીમ સ્ટાર્મર અને UNના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેનની મુલાકાત લેશે.