Get The App

'આ લોકો વાતોથી નહીં માને...', હમાસ પર ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયલને છુટ્ટો દોર આપ્યો

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
'આ લોકો વાતોથી નહીં માને...', હમાસ પર ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયલને છુટ્ટો દોર આપ્યો 1 - image


Donald Trump On Hamas : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ સામે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ઇઝરાયલને છૂટો દોર આપી દીધો છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે હવે ગાઝામાં સૈન્ય અભિયાન વધુ તીવ્ર બનાવે. ખરેખર તો હમાસે અમેરિકા સમર્થિત શાંતિ વાટાઘાટોના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.  ત્યારબાદથી ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. 

તે ફક્ત મોત ઈચ્છે છે... 

અમેરિકન પ્રમુખે તો એમ પણ કહ્યું કે હમાસને શાંતિમાં રસ નથી. સ્કોટલેન્ડ છોડતા પહેલા ટ્રમ્પે કહ્યું કે હમાસને કોઈ વાતચીતમાં માનતો નથી. મને લાગે છે કે તેઓ ફક્ત મરવા માંગે છે. આ ખરેખર ખૂબ જ ખરાબ બાબત છે. 

અમેરિકાએ વાટાઘાટોમાંથી હાથ પાછું ખેંચ્યું 

અમેરિકા ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. એટલા માટે સ્ટીવ વિટકોફના નેતૃત્વમાં મધ્ય પૂર્વમાં શાંતિ વાટાઘાટો માટે એક ટીમ પણ મોકલવામાં આવી હતી. પરંતુ હવે સ્ટીવ વિટકોફે કહ્યું છે કે અમેરિકા આ વાતચીતમાંથી હાથ પાછા ખેંચી રહ્યું છે. આપણે હવે કોઈ બીજા વિકલ્પ વિશે વિચારવું જોઈએ. ત્યારપછી જ અમેરિકાના પ્રમુખ તરફથી આ ચેતવણી આપવામાં આવી હતી. 

હમાસ માટે ચિંતાનો વિષય 

તમને જણાવી દઈએ કે ટ્રમ્પે હમાસના ચુંગલમાં ફસાયેલા છેલ્લા અમેરિકન-ઇઝરાયલી નાગરિક એડેન એલેક્ઝાન્ડરને મુક્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે કહ્યું કે વાતચીતના છેલ્લા તબક્કામાં હમાસનો ઇનકાર દર્શાવે છે કે તે હિંસા અંગે મક્કમ છે. ગાઝામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યાંના બાળકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. આ બધા વચ્ચે, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે હવે ડિપ્લોમસી કામ નહીં કરે. ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને લડવા અને તેમને ખતમ કરવા કહ્યું. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા પણ સૈન્ય કાર્યવાહીમાં ઇઝરાયલની સાથે છે. હમાસ હવે મુશ્કેલીમાં છે.

Tags :