For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત હંમેશાં મુક્ત દેશ જ રહ્યું છે : બાયડેનની ટીકાને વિદેશમંત્રી એસ. જયશંકરનો જવાબ

Updated: May 5th, 2024

ભારત હંમેશાં મુક્ત દેશ જ રહ્યું છે : બાયડેનની ટીકાને વિદેશમંત્રી એસ. જયશંકરનો જવાબ

- બાયડેને કહ્યું હતું કે, કટ્ટર રાષ્ટ્રવાદ (ઝેનોફોબિયા)ભારતમાં અન્યોને આવકારવા દેતો નથી, તેનો જયશંકરે વિશ્વ પત્રકારત્વ નિમિત્તે આપેલો જવાબ

નવીદિલ્હી : અમેરિકાના પ્રમુખ જો બાયડેને કહ્યું હતું કે, કટ્ટર રાષ્ટ્રવાદ (ઝેનો-ફોબિયા)ને લીધે ભારતમાં વિદેશીઓ આવતા નથી અને તેથી તેનો આર્થિક ઉત્કર્ષ થતો નથી. અમેરિકાની આ ટીકાનો વિદેશ મંત્રી એસ. જયશંકરે વિશ્વ પત્રકારત્વ દિને ગઈકાલે (શુક્રવારે) પત્રકાર સંઘે યોજેલી રાઉન્ડ રેબલ કોન્ફરન્સમાં બોલતાં કહ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર કૈં લથડીયાં ખાતું નથી. સામે અન્ય વાત તે પણ છે કે ઐતિહાસિક રીતે જ ભારત હંમેશાં એક ખુલ્લા અને મુક્ત સમાજ તરીકે રહ્યું છે.

તેઓએ વધુમાં કહ્યું તેથી જ અમે સી.એ.એ. (સીટીઝન શિપ-એમેડમેન્ટ-એક્ટ) ઘડયો છે. તે દ્વારા જેઓ મુશ્કેલીમાં હોય તે સર્વે માટે અમારાં દ્વાર ખુલ્લાં રાખ્યાં છે. મારૃં તો સ્પષ્ટ મંતવ્ય છે કે, જેઓને ભારત આવવાની જરૂર છે, અને જેઓનો ભારત ઉપર અધિકાર છે, તે સર્વે માટે દ્વાર ખુલ્લાં જ રાખવાં જોઈએ.

તે સર્વવિદિત છે કે, અમેરિકાના પ્રમુખ બાયડેને થોડા દિવસ પૂર્વે જણાવ્યું હતું કે, ચાઈના, જાપાન અને ભારતમાં પ્રવર્તતા કટ્ટર-રાષ્ટ્રવાદ (ઝેનો-ફોબિયા)ને લીધે જ તેમનાં અર્થતંત્રો પાછળ રહ્યાં છે. જ્યારે આપણે વસાહતીઓને આવકારીએ છીએ તેથી આપણું અર્થતંત્ર પ્રગતિ કરી શક્યું છે. તેઓનાં અર્થતંત્રો પાછળ પડી રહ્યા છે. 

પ્રમુખ બાયડેનનું આ મંતવ્ય જ પાયાવિહોણું છે. તેમ કહેતાં નિરીક્ષકો જણાવે છે કે, ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપથી આગળ વધતું અર્થતંત્ર છે. વર્ષ ૨૦૨૪-૨૫માં તેનો વિકાસ દર ૭ ટકા ઉપર પહોંચે તેમ છે. ઉપરાંત બાયડેને કરેલી તે ટીકા કે ભારત વસાહતીઓને આવકારતું નથી. તે ટીકા પણ પાયાવિહોણી છે. ભારતમાં તો દુનિયાભરમાંથી વસાહતીઓ મહદ્અંશે રોકાણકારો આવે છે અને તેથી જ ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપથી આગળ વધતું અર્થતંત્ર છે.

બીજી તરફ બાયડેને બડાશો ગમે તેટલી મારે પરંતુ અમેરિકાનું અર્થતંત્ર આ નાણાંકીય વર્ષમાં ગત વર્ષ કરતાં માત્ર ૦.૨ ટકા જ વધુ છે. જે ગત વર્ષે ૨.૫ ટકાનો વિકાસ દર ધરાવતું હતું તે ચાલુ નાણાંકીય વર્ષે ૨.૭ ટકા જ અંદાજાયું છે.

અન્ય વાત તે પણ છે કે, બાયડેન અને તેમની પાર્ટી ડેમોક્રેટીકની વિરોધી પાર્ટી રિપબ્લિકન્સ અને તેના પ્રમુખ પદ માટેના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ વસાહતીઓનો વિરોધ કરે છે તેની સામે બાયડેને વસાહતીઓને આવકાર્યા છે.

Gujarat