World

IND vs WI: ચોથી ટી20માં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની 24 રનથી જીત, સીરિઝની છેલ્લી મેચ હશે નિર્ણાયક

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
હૈદરાબાદમાં રમાયેલી ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 24 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 3 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 223 રન જ કરી શક્યું. શાઈ હોપે 102 રન બનાવ્યા, જ્યારે કીમો પોલે 5 વિકેટ લીધી. આ જીત સાથે 5 મેચની સિરીઝ 2-2ની બરાબરી પર આવી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs WI: ચોથી ટી20માં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની 24 રનથી જીત, સીરિઝની છેલ્લી મેચ હશે નિર્ણાયક

IND Vs WI 4th T20 West Indies Beats India By 24 Runs: હૈદરાબાદમાં રમાયેલા ચોથા T20 મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને હરાવી દીધું છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 3 વિકેટે 247 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં તોફાની શરૂઆત છતાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 223 રન સુધી જ પહોંચી શકી અને વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 24 રને જીતી લીધી. આ જીત સાથે પાંચ મેચોની આ સીરિઝ 2-2 ની બરાબરી પર આવી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન શાઈ હોપે શાનદાર સદી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં કીમો પોલે 41 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

ભારતીય બેટિંગ લાઇન-અપની સ્થિતિ

248 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ માત્ર 3 ઓવરમાં જ 50 રન બનાવી લીધા હતા, જે T20 ઈન્ટરનેશનલમાં ભારતની સૌથી ઝડપી ફિફ્ટી હતી. સંજુ સેમસને તોફાની બેટિંગ કરતા 23 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. જોકે, ત્યારબાદ અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા.

ક્યા ખેલાડીએ કેટલા રન બનાવ્યા?

ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના ત્રીજા બોલ પર આઉટ થયો હતો.

કેપ્ટન શ્રેયસ અય્યર 11 બોલમાં 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

અભિષેક શર્મા 24 બોલમાં 29 રન બનાવીને 13મી ઓવરમાં આઉટ થયો હતો.

નમન ધીર શૂન્ય પર આઉટ થયો હતો. ગુડાકેશ મોતીએ એક જ ઓવરમાં અભિષેક અને નમનને આઉટ કર્યા હતા.

અંતિમ ઓવરોમાં તિલક વર્મા 25 બોલમાં 43 રન અને નતીશ કુમાર રેડ્ડી 20 બોલમાં 41 રને સ્કોરને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જરૂરી રન-રેટ વધી જવાના કારણે ટીમ લક્ષ્યથી દૂર રહી ગઈ હતી.

વેસ્ટ ઈન્ડિઝની શાનદાર ઇનિંગ
અગાઉ, વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાઈ હોપે 50 બોલમાં 4 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 102 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શરફેન રદરફોર્ડ 26 બોલમાં અણનમ 49 રન અને શિમરન હેટમાયરે 33 રનનું યોગદાન આપ્યું હતું.