For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુએસએમાં ૧૫ થી ૨૦ ટકા પરીવારો ભૂખમરા સામે ઝઝુમી રહયા છે

મહામારીના કારણે યુએસએમાં લાખો લોકોએ નોકરી ગુમાવવી પડી

ગત જુલાઇથી અંદાજે ૧૪૦ લાખ બાળકોને પુરતું ભોજન મળતું નથી

Updated: Nov 30th, 2020

Article Content Image

ન્યૂયોર્ક, 30 નવેમ્બર,2020.સોમવાર 

અમેરિકાને વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસતા ગણવામાં આવે છે. આ દેશના પ્રત્યેક નાગરિકની માથાદિઠ આવક ૬૨૦૦૦ હજાર ડોલર કરતા પણ વધારે છે. તેમ છતાં ઘણા નાગરિકો ભૂખમરાનો સામનો કરી રહયા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. અમેરિકામાં ચુંટણી દરમિયાન વોટ ટુ એન્ડ હંગર નામનું સંગઠન ચર્ચામાં આવ્યું હતું. આ સંગઠન અમેરિકામાં ૨૦૩૦ સુધીમાં અમેરિકામાંથી ભૂખમરો દૂર કરવા માટે અભિયાન ચલાવે છે. અમેરિકામાં હમણાં ચૂંટણી યોજાઇ ત્યારે મતદાન કેન્દ્રોની બહાર ફ્રી ફૂડ વહેંચતા જોઇ શકાતા હતા. ચુટણી દરમિયાન થતા ટીવી કવરેજમાં પુરતો ખોરાક ઉપલબ્ધ ન થતો હોય તેવા પરીવારોનો અવાજ પણ સંભળતો હતો.ન અમેરિકામાં પણ એવા સમુદાય છે જે સરકાર દ્વારા મળતી સહાય પર નિર્ભર રહેવા મજબૂર છે.

Article Content Image

જાણકારોનું માનવું છે કે દુનિયામાં આર્થિક સધ્ધર ગણાતા અમેરિકામાં ભૂખમરો નથી પરંતુ એવું માનવાને કોઇ કારણ નથી. કોવિડ-૧૯ની મહામારીએ ભૂખના પડકારને વિકરાળ બનાવી દીધો છે. આ વખતે અમેરિકાની ચુંટણીમાં ભૂખથી પીડાતા લોકોના મત રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં નિર્ણાયક રહયા હતા. નોર્થ વેસ્ટન યૂનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર યુએસએમાં ૧૫ થી ૨૦ ટકા પરીવાર ખાધ્ય અસુરક્ષા અનુભવી રહયા છે એટલે કે દર પાંચમો અમેરિકી ખાધ અસુરક્ષાનો સામનો કરી રહયો છે. કોરોના મહામારી પહેલા વર્ષ ૨૦૧૯માં અંદાજે ૧૦.૫ ટકા પરિવાર ખાધ અસુરક્ષાનો સામનો કરી રહયા હતા. બુ્રકિંગ્સ ઇન્સ્ટિટયૂટનું કહેવું છે કે જુલાઇથી અંદાજે ૧૪૦ લાખ બાળકોને પુરતા પ્રમાણમાં ભોજન મળતું નથી. કોરોના મહામારીના કારણે યુએસએમાં લાખો લોકોએ નોકરી ગુમાવવી પડી છે. 

Article Content Image

સરકારની તરફથી મળતી મદદ પણ ખાલી થઇ રહી છે અથવા તો આવી પડેલી આર્થિક મુશ્કેલીને જોતા મદદ પુરતી નથી. જેમ આપણે ત્યાં વિતરણમાં અસમાનતા જોવા મળે છે તેવું અમેરિકામાં પણ જોવા મળ્યું હતું.  જેમ કે યુએસએમાં કોરોના વાયરસ ખાધ સહાયતા કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી ખેડૂતોને ૧૮ બિલિયન અમેરિકી ડોલરની પ્રત્યક્ષ સહાય આપવામાં આવી છે. આનો લાભ નાના કિસાનો અને મહેનતુઓને નહી પરંતુ મોટા ખેડૂતોને મળ્યો હોવાનું ચર્ચાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર મિનિસોટા અને વિસ્કોન્સિન જેવા રાજયોમાં ખાધ અસુરક્ષામાં ઝડપથી વધારો થયો છે. અમેરિકા એક એવો દેશ છે જયાં રાષ્ટ્રપતિ પદના ઇલેકશનમાં ભૂખમરા જેવા મુદ્વા હોતા નથી પરંતુ હવે પડકાર બની રહયો છે. છે. 


Gujarat