World

અમને પૂછીને શરૂ કર્યું હતું? ઈરાન સાથેના યુદ્ધમાં સાથીઓ શોધી રહેલા ટ્રમ્પને આ દેશે આપ્યો ઝટકો

By GS TEAM
17 Mar 20261 min read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામેના યુદ્ધમાં મિત્ર દેશોનો સાથ મેળવવા મથામણ કરી રહ્યા છે, પરંતુ તેમને સતત નકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. નાટોના સભ્ય દેશ જર્મનીએ આ યુદ્ધમાં જોડાવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બર્લિનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જે સ્પષ્ટ કર્યું કે, આ લડાઈમાં જર્મની સામેલ થાય તેવી કોઈ શક્યતા નથી. તેમણે આકરા શબ્દોમાં પ્રશ્ન કર્યો કે શું અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરતા પહેલા અમારી સહમતી લેવામાં આવી હતી? મર્જે ભારપૂર્વક જણાવ્યું કે આ સંઘર્ષ નાટોનો મામલો નથી, તેથી જર્મની લશ્કરી મદદ આપશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

અમને પૂછીને શરૂ કર્યું હતું? ઈરાન સાથેના યુદ્ધમાં સાથીઓ શોધી રહેલા ટ્રમ્પને આ દેશે આપ્યો ઝટકો
(IMAGE - IANS)

German Chancellor Friedrich Merz on Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામેના યુદ્ધમાં મિત્ર દેશોનો સાથ મેળવવા મથામણ કરી રહ્યા છે, પરંતુ તેમને સતત નકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. નાટોના સભ્ય દેશ જર્મનીએ આ યુદ્ધમાં જોડાવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બર્લિનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જે સ્પષ્ટ કર્યું કે, આ લડાઈમાં જર્મની સામેલ થાય તેવી કોઈ શક્યતા નથી. તેમણે આકરા શબ્દોમાં પ્રશ્ન કર્યો કે શું અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરતા પહેલા અમારી સહમતી લેવામાં આવી હતી? મર્જે ભારપૂર્વક જણાવ્યું કે આ સંઘર્ષ નાટોનો મામલો નથી, તેથી જર્મની લશ્કરી મદદ આપશે નહીં.

ચાન્સેલરે બોમ્બમારાને બદલે શાંતિપૂર્ણ સંવાદ પર ભાર મૂક્યો

જર્મન ચાન્સેલરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ સમસ્યાનું સમાધાન બોમ્બ ફેંકીને નહીં પરંતુ વાતચીત દ્વારા જ લાવી શકાય છે. સત્તા પરિવર્તનનો લક્ષ્યાંક માત્ર હુમલાઓથી હાંસલ કરી શકાતો નથી. જર્મનીની સાથે સ્પેન અને ઈટાલીએ પણ હાલ પૂરતું આ મિશનથી અંતર જાળવ્યું છે, જ્યારે બ્રિટન અને ડેનમાર્ક હજુ આ બાબતે વિચારણા કરી રહ્યા છે. બીજી તરફ, ફ્રાન્સે મદદ કરવાની તૈયારી દર્શાવી છે. મર્જે અગાઉ પણ નોર્વે અને કેનેડાના વડાપ્રધાનની હાજરીમાં ઈરાન સામેના યુદ્ધને ખતમ કરવા માટે એક નક્કર વ્યૂહનીતિ અને યોજનાની માંગ કરી હતી.