World

'મને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ મેં આઠ યુધ્ધો અટકાવ્યા છે' : ડોનાલ્ડ ટ્રમ્પ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન ડી.સી.માં ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ફરી દાવો કર્યો. તેમણે કહ્યું કે, 2026નો શાંતિ પુરસ્કાર વેનેઝૂએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને મળ્યો હતો, જે તેમણે ટ્રમ્પને અર્પણ કર્યો. આથી ટ્રમ્પે કોરિનાને "અદ્ભુત મહિલા" ગણાવી. ટ્રમ્પનું માનવું છે કે 8 યુદ્ધો અટકાવવા બદલ તેમને જ નોબેલ મળવો જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

'મને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ મેં આઠ યુધ્ધો અટકાવ્યા છે' : ડોનાલ્ડ ટ્રમ્પ
  • મારિયા કોરિના મચાડો અદ્ભુત મહિલા છે : ડોનાલ્ડ ટ્રમ્પ
  • 2026 નો શાંતિ પુરસ્કાર વેનેઝૂએલામાં મારિયા કોરિનાને એનાયત કરાયો હતો, જે તેઓએ ટ્રમ્પને અર્પણ કર્યો, કોરિનાને ટ્રમ્પે અદ્ભુત મહિલા કહ્યું

વોશિંગ્ટન (ડી.સી.) : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (સ્થાનિક સમય પ્રમાણે) ફરીએક વાર શાંતિ નોબેલ પ્રાઇઝ માટે પોતાની ધૂણી ધખાવતાં કહ્યું હતું કે, શાંતિ પુરસ્કાર માટેના માપદંડો જ શંકાસ્પદ છે. મેં તો આઠ-આઠ યુધ્ધ અટકાવ્યા છે. તેથી તે પુરસ્કાર મને મળવો જોઈએ.
ઓવલ ઓફિસમાં પત્રકારોને કરેલા સંબોધનમાં તેઓએ કહ્યું : હવે તે માટે સમય પાકી ગયો છે. પરંતુ ગયા વખતે મને તે આડકતરી રીતે મળ્યો તે મારા માટે બહુમાન સમાન છે. ઇતિહાસમાં મારા સિવાય અન્ય કોઇ તે બહુમાનને યોગ્ય નથી.
નક્કર વાસ્તવિકતા તે છે કે ૨૦૨૬નો નોબેલ-શાંતિ પુરસ્કાર વેનેઝૂએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને જાન્યુઆરીમાં આપવામાં આવ્યો હતો. જે તેઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અર્પણ કર્યો. આથી ટ્રમ્પે તેઓને અદ્ભૂત-મહિલા કહ્યાં હતાં, સાથે કહ્યું કે તે પારસ્પરિક સન્માન દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ બીજી વાર પ્રમુખ પદે ચૂંટાયા ત્યારથી સતત દાવો કરી રહ્યા છે કે તેમણે દુનિયાભરમાં આઠ આઠ ઠેકાણે યુધ્ધો અટકાવ્યા છે. આવા અનેક યુધ્ધો અટકાવવા માટે તેઓને જ નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. આ સાથે તેઓએ ઇરાન સાથે છેડેલા યુધ્ધને યોગ્ય ગણવા જોઈએ. તેઓએ ભારત-પાક. યુધ્ધ શમાવવાનો પણ દાવો કર્યો હતો. પરંતુ ભારતે તે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે વાસ્તવમાં પાકિસ્તાનના ઓફીસર કમાન્ડીંગની રીકવેસ્ટને લઇને જ તે યુધ્ધ બંધ થયું હતું.
ઇરાન સાથે છેડેલા યુધ્ધને યોગ્ય અને ન્યાયી કહેતા ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું.