'હું કોઈ પદનો ઈચ્છુક નથી...' સત્તાપલટાની આશંકાઓ વચ્ચે પાક. જનરલ અસીમ મુનીરનું નિવેદન
Image: IANS |
Pakistan: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર દરરોજ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે અને હવે તેઓ પાકિસ્તાની લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેના દ્વારા ખરાબ રીતે હાર મેળવ્યા પણ, શાહબાઝ શરીફે મુનીરને પ્રમોટ કરીને ફિલ્ડ માર્શલ બનાવ્યો. પરંતુ આસિમ મુનીર કહે છે કે, ભગવાને તેમને રક્ષક બનાવ્યા છે અને તેમને કોઈ પદ જોઈતું નથી.
મારી કોઈ મહત્વાકાંક્ષા નથી
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આર્મી ચીફ જનરલ આસિમ મુનીરે કહ્યું છે કે, દેશના રાજકીય વાતાવરણમાં મારી કોઈ મહત્વાકાંક્ષા નથી અને હું ફક્ત પોતાને દેશનો સેવક માનું છે.'
એક પાકિસ્તાની લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાન આર્મી ચીફે અમેરિકાની મુલાકાત પછી બેલ્જિયમના બ્રસેલ્સમાં તાજેતરની બેઠક દરમિયાન આ બાબતે તેમની સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી. આ લેખમાં એવું પણ કહેવામાં આવ્યું કે, બ્રુસેલ્સમાં એક કાર્યક્રમ દરમિયાન મુનીરે કહ્યું હતું કે, 'ખુદાએ મને દેશનો રક્ષક બનાવ્યો છે. આ સિવાય કોઈ અન્ય પદની ઈચ્છા નથી. હું એક સૈનિક છું અને મારી સૌથી મોટી ઈચ્છા શહાદત છે.'
આ પણ વાંચોઃ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેનો માંડ-માંડ જીવ બચ્યો, નીચે ઉતરતાં જ સ્ટેજ ધસી પડ્યું
બળવાને અફવા ગણાવી
પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સતત એવા ઉદાહરણો સામે આવી રહ્યા છે જે દર્શાવે છે કે પાકિસ્તાની સેના દેશમાં બળવો કરી શકે છે. જોકે, મુનીરે આવી અટકળોને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.