Get The App

ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેનો માંડ-માંડ જીવ બચ્યો, નીચે ઉતરતાં જ સ્ટેજ ધસી પડ્યું

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
Eknath Shinde


Eknath Shinde: નવી મુંબઈના ઘણસોલીમાં શનિવારે (16 ઓગસ્ટ) રાત્રે આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં મોટો અકસ્માત થતા રહી ગયો. આ ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનો જીવ પણ માંડ માંડ બચ્યો હતો. કાર્યક્રમ પછી તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક મંચ તૂટી ગયો, જેના કારણે શિંદે લથડી પડ્યા. જોકે, સુરક્ષાકર્મીઓએ તેમને સંભાળી લીધા.

કેવી રીતે થઈ ઘટના?

નાયબ મુખ્યમંત્રી શિંદે સ્ટેજ પરથી નીચે ઉતરવા ઉતારી રહ્યા હતા, તે સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્ટેજ પર ચઢી ગયા હતા. ને કારણે અચાનક વજન વધી જતા સ્ટેજ નીચેની માટી ધસી જતા સ્ટેજ તૂટી ગયું હતું. જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી. 

આ પણ વાંચો: એવી દરગાહ જ્યાં બાલગોપાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, 3 દિવસ ભજન-કિર્તન થયા

આ ઘટનાએ વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા

સુરક્ષા અધિકારીઓએ તરત જ પરિસ્થિતિને સંભાળીને એકનાથ શિંદેને સુરક્ષિત બહાર કાઢ્યા. સ્થળ પર હાજર ભીડ પણ મદદ કરવા લાગી. જોકે, આ ઘટનાએ વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. સદનસીબે નાયબ મુખ્યમંત્રી શિંદેને કોઈ ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત બચી ગયા. 

ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેનો માંડ-માંડ જીવ બચ્યો, નીચે ઉતરતાં જ સ્ટેજ ધસી પડ્યું 2 - image


Tags :