World

સાઉદીના એરપોર્ટ પર હુથીઓના હુમલા

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
ઇરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ રિયાદના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ છોડતાં 12 લોકોના મોત થયા છે. આ હુમલામાં 11 ભારતીયો સહિત 300થી વધુ ઘાયલ થયા છે. સાઉદીએ એરપોર્ટ રવિવાર સુધી બંધ રાખ્યું છે. અમેરિકાએ સાઉદીને ટેકો આપવાની જાહેરાત કરી છે. ભારતે આ હુમલાની સખત નિંદા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાઉદીના એરપોર્ટ પર હુથીઓના હુમલા

કૈરો : ઇરાન સમર્થક હુથીઓ અને સાઉદી અરબ વચ્ચે તંગદીલી વધી રહી છે. હુથીઓ દ્વારા ફરી મોટા હુમલા કરવામાં આવ્યા છે. ગઈકાલે કરેલા હુમલામાં ત્રણનાં મોત થયાં હતાં. પરંતુ આજના હુમલામાં ૧૨ નાં મોત થયાં હતાં જ્યારે ૧૧ ભારતીયો સહિત ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા. મોડી રાત્રીએ હુથી વિદ્રોહીઓએ રિયાદ હૂતી વિદ્રોહીઓએ રિયાદના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ છોડયાં હતાં. મોટી જાનહાની બાદ સાઉદીએ એરપોર્ટ પરને બંધ રાખવાનો સમય રવિવાર સુધી લંબાવ્યો હતો.
હુમલા શરૂ થતાં એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં નાસભાગ થઈ ગઈ હતી. સાયરનો વાગવા લાગ્યા હતા. અને તે હુમલામાં અમેરિકા નાગરિક સહિત કુલ ૧૨ નાં મૃત્યુ થયાં હતાં, ૩૦૦ થી વધુને ઇજાઓ થઈ હતી. એરપોર્ટથી તમામ ફ્લાઇટ અનિશ્ચિત્ત સમય સુધી નિલંબિત કરી દેવાઇં હતી. સાઉદીનાં પાટનગર પર છેલ્લા ૨૦ દિવસમાં હુથી વિદ્રોહીઓએ આ ચોથીવાર હુમલો કર્યો હતો. હુથીઓએ પોતે જ આ હુમલાની જવાબદારી લીધી છે. બીજી તરફ સઉદી અરબ સરકારને હુથીઓ સામે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેકો આપવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાતનું વિચારી રહ્યો છું.
રિયાદ એરપોર્ટ પરના આ હુમલામાં ૪ સાઉદી નાગરિકો, એક બાંગ્લાદેશી, એક અમેરિકન, એક પેલેસ્ટાઈની, એક ઇજીપ્શિયન, એક જોર્ડિયન તથા એક એક સીરીયાના અને સુદાનના નાગરિકો માર્યા ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તેમની હાલત સુધારા પર છે. આ હુમલાની ઉગ્ર ટીકા કરતાં ભારતીય વિદેશ-મંત્રાલયેે કહ્યું હતું કે અમે કિંગ ખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરના હુમલાની ઉગ્ર ટીકા કરીએ છીએ.
૧૦ ઓક્ટોબરે પણ એ એરપોર્ટ ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘણાના મોત નિપજ્યા હતા સાથે જ સંપત્તિને ભારે નુકસાન થયું હતું. મૃતકોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે. ઘાયલો સાજા થઈ જાય તેવી પ્રાર્થના છે. બીજી તરફ એવા અહેવાલો છે કે ઇરાન હુથીઓનો ઉપયોગ કરીને અમેરિકાના સમર્થક પાડોશી દેશો પર દબાણ વધારી શકે છે.