World

જોર્ડનમાં ભયાનક હુમલા, ઈરાને એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વધુ વણસી રહી છે. ઈરાને જોર્ડનમાં અમેરિકાના મુવાફ્ફક સલાતી એરબેઝને નિશાન બનાવી ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલામાં અમેરિકાના 8 F-15 ફાઈટર જેટ અને એક A-10 થંડરબોલ્ટ વિમાનને ભારે નુકસાન થયું હતું. અમેરિકાને 30થી વધુ પેટ્રિયટ મિસાઈલોનો ઉપયોગ કરવો પડ્યો હતો, જે મોંઘો સાબિત થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

જોર્ડનમાં ભયાનક હુમલા, ઈરાને એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

USA And Iran War Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જેવા અમેરિકા હુમલા કરી રહ્યું છે એનાથી વધુ ઘાતક રીતે ઈરાન પણ બદલો લઈ રહ્યું હોવાનું જણાય છે. ગઈકાલે જોર્ડનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા ઇરાને એક જ રાતમાં અમેરિકાના અનેક ફાઈટર જેટ તથા હેલિકોપ્ટરને ડેમેજ કરી દીધા હતા.

માહિતી અનુસાર ઈરાને જોર્ડનમાં મુવાફ્ફક સલાતી એરબેઝને નિશાન બનાવ્યું હતું. ત્યાં ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરી અમેરિકાની ઊંઘ ઊડાડી દીધી હતી. આ હુમલા બાદ એવા ઘણા વીડિયો સામે આવ્યા હતા જેમાં અમેરિકાના ડેમેજ થયેલા સી હૉક હેલકોપ્ટર, ફાઈટર જેટને બીજી લૉકેશન પર ખસેડવામાં આવી રહ્યાનો દાવો કરાયો હતો.

અમેરિકન મીડિયાના અહેવાલ પ્રમાણે ઈરાનના હુમલામાં 8 જેટલા અમેરિકન F-15 ફાઈટર જેટને નુકસાન થયું હતું. જેને રિપેરિંગ કરાવવાની ફરજ પડી હતી. જોકે આ સાથે એક A-10 થંડરબોલ્ટ જેને વૉરથોગ પણ કહેવાય છે તે પણ આ હુમલાની લપેટમાં આવી ગયું હતું. સૂત્રો તો એવું પણ કહે છે કે આ વિમાનની એક પાંખ જ ગાયબ થઇ ગઈ હતી. ઈરાનના હુમલાનો સામનો કરવા માટે અમેરિકાએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલો ઝીંકવી પડી હતી જે તેના માટે ખુબ ખર્ચાળ સાબિત થાય એમ છે.