World

હોર્મુઝ બન્યું ડેન્જર ઝોન: 48 કલાકમાં બીજો મોટો હુમલો, ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજને બનાવાયું નિશાન

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
ફારસની ખાડીમાં હોર્મુઝ જળમાર્ગમાં જહાજો પર હુમલાનો સિલસિલો યથાવત છે. 18 નવેમ્બરે ભારતીય નાવિકોને લઈ જઈ રહેલા લાઈબેરિયાનો ધ્વજ ધરાવતા ક્રૂડ ઓઈલ ટેન્કર 'MT NAVIG8 MESSI' પર હુમલો થયો હતો. તેમાં સવાર 3 ભારતીય નાવિકો સહિત તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આ અંગે માહિતી આપી. 48 કલાકમાં ભારતીય નાવિકો ધરાવતા જહાજ પર આ બીજો હુમલો છે. સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ બન્યું ડેન્જર ઝોન: 48 કલાકમાં બીજો મોટો હુમલો, ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજને બનાવાયું નિશાન

Oil Tanker Attacked In Hormuz : ફારસની ખાડીમાં હોર્મુઝ જળમાર્ગમાં જહાજો પર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે. બુધવારે એટલે કે 18 નવેમ્બરના રોજ ભારતીય નાવિકોને લઈ જઈ રહેલા વધુ એક ઓઈલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું છે. લાઈબેરિયાનો ધ્વજ ધરાવતું ક્રૂડ ઓઈલ ટેન્કર 'MT NAVIG8 MESSI' હોર્મુઝ સ્ટ્રેટ તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે તેના પર પ્રોજેક્ટાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ આપી નાવિકોની સુરક્ષાની ખાતરી

ભારતના કેન્દ્રીય શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ઘટના અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ જહાજ પર કુલ 3 ભારતીય નાવિકો સવાર હતા. રાહતની વાત એ છે કે ત્રણેય ભારતીય નાગરિકો સહિત જહાજના તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. જોકે, તકેદારીના ભાગરૂપે અને મેડિકલ તપાસ માટે એક ભારતીય અધિકારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.

સરકાર એક્શન મોડમાં, હુમલાખોરો હજુ અજ્ઞાત

સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્પષ્ટ કર્યું છે કે, ભારત સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહી છે. નાવિકોની સુરક્ષા અને તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે ભારતીય અધિકારીઓ જહાજનું સંચાલન કરતી કંપનીના સતત સંપર્કમાં છે. હાલમાં આ હુમલો કોણે કર્યો અને જહાજને કેટલું નુકસાન થયું છે તેની વિગતો બહાર આવી નથી.

48 કલાકમાં ભારતીય નાવિકો ધરાવતા જહાજ પર બીજો હુમલો

ઉલ્લેખનીય છે કે આ પહેલા 16 નવેમ્બરના રોજ પનામાનો ધ્વજ ધરાવતા LPG ટેન્કર 'TARA GAS' ને પણ હોર્મુઝ જળડમરુમધ્યમાંથી પસાર થતી વખતે નિશાન બનાવવામાં આવ્યું હતું, જેની જાણકારી 17 નવેમ્બરે સામે આવી હતી. તે જહાજના 25 સભ્યોના ક્રૂમાં 24 ભારતીયો સામેલ હતા, જે તમામ સુરક્ષિત રહ્યા હતા. બે દિવસમાં બનેલી આ બીજી ઘટનાએ દરિયાઈ માર્ગે મુસાફરી કરતા ભારતીયોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ભારતના તેલ પુરવઠા અને વૈશ્વિક વેપાર પર સંકટના વાદળો

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ દરિયાઈ વ્યાપારી માર્ગોમાંનો એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ પુરવઠાનો આશરે 20 ટકા હિસ્સો પસાર થાય છે. ભારત પણ પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતો માટે આ જળમાર્ગ પર મોટો આધાર રાખે છે. તેવામાં આ વિસ્તારમાં જહાજો પર થઈ રહેલા સતત હુમલા ભારતના ઊર્જા હિતો અને દરિયાઈ વેપાર માટે મોટી ચિંતાનો વિષય બન્યા છે.