For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હોંગકોગની જાણીતી તરતી રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી, કોરોના મહામારી પછી દેવામાં હતી ડૂબેલી

કોરોના મહામારીના કારણે માર્ચ 2020માં બંધ કરવાની ફરજ પડી હતી

રેસ્ટોરન્ટ ડુબી ગઇ ત્યાં દરિયાની ઉંડાઇ 1 કિમી કરતા પણ વધારે હતી.

Updated: Jun 21st, 2022

Article Content Image

હોંગકોંગ,21 જૂન,2022,મંગળવાર 

હોંગકોંગમાં તરતી રેસ્ટોરન્ટ તરીકે ફેમસ ગણાતી હોટલ દરિયામાં સમાઇ ગઇ છે. આ રેસ્ટોરન્ટને પેરાસેલ નામના ટાપુની નજીક લાવવામાં આવતી હતી ત્યારે કાયમને માટે ઉંડા દરિયામાં ઉતરી ગઇ હતી. ઓબેરડીન રેસ્ટોરન્ટ એન્ટરપ્રાઇઝ દ્વારા સોમવારે એક નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે રેસ્ટોરન્ટ વિપરિત સંજોગોનો સામનો કરી શકી નહી અને તેમાં ધીમે ધીમે પાણી ભરાવા લાગ્યું હતું. જયાં રેસ્ટોરન્ટ ડુબી ગઇ ત્યાં દરિયાની ઉંડાઇ 1 કિમી કરતા પણ વધારે હતી.રેસ્ટોરન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મરીન એન્જિનિયરોની સેવા લેવામાં આવી હતી.

Article Content Image

એક સમયે જાહોજલાલી અને પ્રવાસીઓની ભીડ ધરાવતી આ રેસ્ટોરન્ટ કોરોના મહામારીના કારણે માર્ચ 2020માં બંધ કરવાની ફરજ પડી હતી.જો કે મહામારી પહેલા પણ મેનેજમેન્ટ આર્થિક કટોકટીનો સામનો કરી રહયું હતું પરંતુ કોરોના લોકડાઉને પરીસ્થિતિ વધુ વિકટ બનાવી હતી. વર્ષ 2013થી નુકસાનમાં ચાલતી હતી. તેનો કુલ ખોટ 1.27 કરોડ ડોલરને પાર કરી ગઇ હતી. રેસ્ટોરન્ટ બંધ હતી તો પણ તેના મેન્ટેનન્સમાં ખૂબ ખર્ચ કરવો પડતો હતો.

આ તરતી રેસ્ટોરન્ટને કંપની કોઇને મફત ચલાવવા આપવા માટે તૈયાર હતી પરંતુ કોઇએ ઓફર કરી ન હતી.અધુરામાં પુરું ટૂંક સમયમાં આલીશાન હોટલનું લાયસન્સ પણ ખતમ થઇ રહયું હતું.  હોંગકોંગના ટાઇફૂન ટાપુ પરથી હોટલે પોતાની અંતિમયાત્રાની શરુઆત કરી હતી.આ એ સ્થળ હતું જયાં અડધી સદી જેટલો સમય વિતાવ્યો હતો.રેસ્ટોરન્ટને 1976માં કસીનો વેપારી સ્ટેનલી હો એ શરુ કરી હતી. આને તૈયાર કરવા માટે 3 કરોડ ડોલરનો એ સમયે ખર્ચ થયો હતો. એ સમચે આ રકમ અધધ હતી.

Article Content Image

એ સમયે રેસ્ટોરન્ટ હોંગકોંગની આન બાન અને શાન ગણાતી હતી. ખાસ કરીને આ હોટલની ડિઝાઇન ખૂબજ અટપટ્ટી અને ખૂબીવાળી હતી. ડિઝાઇન પ્રાચીન ચીની મહેલો જેવી હતી. જે પ્રવાસીઓ હોંગકોંગ ફરવા આવે તેમના માટે આ હોટલ જોયા વગર પ્રવાસ અધૂરો ગણાતો હતો.  આ હોટલમાં હોલીવુડ અભિનેતા ટોમ ક્રુઝથી માંડીને બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વીતિય પણ મહેમાન બન્યા હતા.

આ હોટલ હોલીવુડ ફિલ્મોમાં હોંગકોંગને દર્શાવતા સીનમાં જોવા મળતી હતી.સ્ટીવન સોડરબર્ગની મશહૂર ફિલ્મ કંટેજિયન પણ સામેલ છે. આ ફિલ્મમાં ચીનથી ફેલાયેલી એક વૈશ્વિક મહામારીની સ્ટોરી થે. કોરોના મહામારી ફેલાયા પછી આ કંટેજિયન ફિલ્મ ફરી ચર્ચામાં આવી હતી. જયારે આ હોટલને ડૂબાડવામાં આવી ત્યારે હોંગકોંગવાસીઓને હોટલ સાથેની જુની યાદો તાજી થઇ હતી. કેટલાકે તો સોશિયલ મીડિયા પર હોટલ સાથેના પોતાના ફોટા શેર કર્યા હતા.

Gujarat