- સઉદી અરબસ્તાન ઈરાન વિરૂદ્ધ ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં અમેરિકા તરફ જોડાવા સંભવ: હુથી જો હુમલા ચાલુ રાખશે તો યુએસને સૈન્ય સહાય પણ કરશે
નવી દિલ્હી : સઉદી અરબસ્તાનના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બિન સાવેલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન ઉપર હુમલા તેજ કરવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે, 'આ ઐતિહાસિક તક છે, તે ઝડપી લો.'
ઈંગ્લેન્ડનાં વર્તમાન પત્ર 'ધી ગાર્ડીયન' જણાવે છે કે, મહમ્મદ-બિન-સલમાને પ્રમુખ ટ્રમ્પને ઈરાન ઉપર હુમલા બંધ નહીં કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વાસ્તવમાં તો આ હુમલા તેજ કરવા જોઈએ. અમેરિકા-ઈઝરાયલ પાસે આ ઐતિહાસિક તક છે.
માહિતગાર સાધનો વધુમાં તેમ પણ જણાવે છે કે, મોહમ્મદ બિન સલમાને આ સંદર્ભે પ્રમુખ ટ્રમ્પ સાથે ફોન ઉપર લંબાણપૂર્વક વાતચીતમાં જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાને નવો આકાર આપવા આ 'ઐતિહાસિક તક' છે.
આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે પણ ગયા મંગળવારે પત્રકારોને કરેલાં સંબોધનમાં જણાવ્યું હતું કે, 'હા તેઓ (પ્રિન્સ સલમાન) યુદ્ધમાં અમારી સાથે જોડાય છે. તેઓ એક યોધ્ધા છે, તેઓ અમારી સાથે યુદ્ધમાં જોડાયા છે. અમારી સાથે રહી લડી રહ્યા છે.'
સાધનો વધુમાં જણાવે છે કે, સઉદી અરબસ્તાને તેના સેનાકીય વિકલ્પો ખુલ્લા જ રાખ્યા છે. તેવામાં ઈરાને પાડોશમાં રહેલા અખાતી રાજ્યો ઉપર મિસાઇલ્સ અને ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. આ હુમલા તા. ૨૮ ફેબુ્રઆરી ઈઝરાયલ-અમેરિકાના હુમલાના વળતા જવાબરૂપે તહેરાને તેના આરબ પાડોશીઓ ઉપર પણ હુમલા શરૂ કરી દીધા છે.
યમનના હુથી બળવાખોરોને ઈરાનનો જ સાથ છે. ઈરાન તેમને શસ્ત્રો, સાધનો અને પૈસા પણ આપે છે. આ હુથીઓ ગલ્ફ અને તેની આસપાસ રહેલા આરબ રાજ્યો પર હુમલા કરે છે. તેથી સઉદી ક્રાઉન પ્રિન્સ વધુ ધુંધવાયા છે. તેઓ અમેરિકા ઈઝરાયલ સાથે લડવા આતુર થયા છે તેવામાં પાકિસ્તાને રજૂ કરેલો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવી દીધો છે.


