World

અમેરિકાના ટેક્સાસની પબ્લિક સ્કૂલોમાં એચ-1બી વિઝા પર પ્રતિબંધનું આયોજન

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં H-1B વિઝા પર શિક્ષકની નોકરી શોધી રહેલા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે રાજ્યની સરકારી શાળાઓ દ્વારા વિદેશી કર્મચારીઓ માટે H-1B વિઝા સ્પોન્સર કરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી ટેક્સાસમાં H-1B વિઝા પર કામ કરતા શિક્ષકોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે તેમને ડર છે કે અન્ય રાજ્યો પણ આ માર્ગ અપનાવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના ટેક્સાસની પબ્લિક સ્કૂલોમાં એચ-1બી વિઝા પર પ્રતિબંધનું આયોજન

વોશિંગ્ટન : અમેરિકાના ટેક્સસા રાજ્યમાં શિક્ષકની નોકરી શોધનારા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે રાજ્યની પબ્લિક સ્કૂલો એટલે કે સરકારી સ્કૂલો દ્વારા વિદેશી કર્મચારીઓ માટે એચ-૧બી વિઝા સ્પોન્સર કરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આના કારણે ટેક્સાસ રાજ્યમાં એચ-૧બી વિઝા પર સ્કૂલોમાં શિક્ષકો તરીકે કામ કરનારાઓમાં હડકંપ મચ્યો છે.
બધાને ડર છે કે દેશના એક પછી એક રાજ્યો આગામી દિવસોમાં આ માર્ગે ચાલી શકે છે. આના પગલે તે સ્કૂલ ડિસ્ટ્રિક્ટ પર પણ અસર પડી શકે છે જે શિક્ષકોની ઘટને પૂરી કરવા માટે એચ-૧બી વિઝા કાર્યક્રમનો ઉપયોગ કરે છે. ગવર્નર એબોટે જણાવ્યું હતું કે તે ઇચ્છે છે કે ટેક્સાસની વિધાનસભા એવો કાયદો પસાર કરે જેથી તે સુનિશ્ચિત થઈ શકે કે રાજ્યની સરકારી સ્કૂલોમાં એચ-૧બી વિઝા પર કામ કરતા સરકારી કર્મચારીઓની સંખ્યા શૂન્ય થઈ જાય. ટૂંકમાં એચ વન-બી વિઝા પર પ્રતિબંધ મૂકવાની જ વાત છે.
આ પ્રસ્તાવ ટેક્સાસ એજ્યુકેશન સિસ્ટમમાં વિદેશી પ્રભાવના મર્યાદિત કરવાનો એબોટનો પ્રયત્ન દર્શાવે છે. તેઓ આ સિવાય એવો કાયદો લાવવા પણ પ્રયત્ન કરી રહ્યા છે કે વિદેશી સ્કૂલોમાંથી ભેટ લેવા અથવા તો તેમની સાથે નાણાકીય સમજૂતી કરવાનું પણ ટાળવામાં આવે. ટેક્સાસની યુનિવર્સિટીઓમાં પહેલેથી જ આવા પ્રતિબંધ લાગુ છે. તેમના માટે વિદેશમાં ભેટ લેવી લગભગ અશક્ય છે.
રાજ્યના એજ્યુેકેશન સેન્ટરમાં કામ કરનારા મોટાભાગના એચ-૧બી વિઝાધારકને યુનિવર્સિટીઝ અથવા તો તેની સાથે જોડાયેલ હેલ્થ ઇન્સ્ટિટયુટ્સમાં નોકરી મળે છે. કેટલીય પબ્લિક સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ પણ આ કાર્યક્રમનો ઉપયોગ તે શિક્ષકની ભરતી કરવા માટે કરે છે જ્યાં તેમની ઘટ પડતી હોય છે. સરકારી ડેટાથી ખબર પડે છે કે બીજી કોઈપણ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ કે પબ્લિક યુનિવર્સિટીની તુલનાએ ડલ્લાસ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં સૌથી વધુ એચ-૧બી વિઝાધારક કામ કરે છે. આ ડિસ્ટ્રિક્ટમાં આ કાર્યક્રમ હેઠળ ૧૭૧ કર્મચારી છે.
ઓસ્ટનમાં એક ચૂંટણી કાર્યક્રમ દરમિયાન પ્રસ્તાવોની જાહેરાત કરતાં ગવર્નર એબોટે જણાવ્યું હતું કે અમે તે વાતથી તંગ આવી ચૂક્યા છે છીએ કે ફેડરલ સરકાર એચ-૧બી વિઝા પર આવતા લોકોની સંખ્યા પર કોઈ મર્યાદા નક્કી કરી શકી નથી. એચ-૧બી વિઝાને કંટ્રોલ કરવામાં ફેડરલ સરકારની નિષ્ફળતાના લીધે ટેક્સાસે હવે આકરું વલણ અપનાવવું પડી રહ્યું છે.