Get The App

યુદ્ધના કારણે ઊર્જા કટોકટી? ઓઇલના ભાવ 150-200 ડૉલર જવાની ભીતિ, વ્હાઇટ હાઉસે શરૂ કરી તૈયારીઓ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
Global Oil Crisis


(IMAGE - IANS)

Global Oil Crisis: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ શરૂ થયેલું યુદ્ધ હવે બીજા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે. આ સંઘર્ષને કારણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને બંધ કરી દેતાં વિશ્વના 20થી 25 ટકા ઓઇલ અને ગેસ સપ્લાય પર સીધી અસર પડી છે. અહેવાલો અનુસાર, વ્હાઇટ હાઉસ હવે એવી ગંભીર સ્થિતિ માટે તૈયારી કરી રહ્યું છે જેમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $150થી $200 સુધી પહોંચી શકે છે.

જો આગામી 6-8 અઠવાડિયા માર્ગ બંધ રહેશે, તો ભાવમાં પ્રચંડ વધારો નિશ્ચિત

યુદ્ધ શરૂ થયા પહેલા બ્રેન્ટ ક્રૂડનો ભાવ $72 પ્રતિ બેરલ હતો, જે ઉછળીને $119 સુધી પહોંચી ગયો હતો. જોકે, ટ્રમ્પ દ્વારા યુદ્ધનો અંત લાવવાના સંકેત આપ્યા બાદ હાલમાં તે $107 પર ટ્રેડ થઈ રહ્યો છે. એનર્જી એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે જો હોર્મુઝ સ્ટ્રેટ હજુ 6થી 8 અઠવાડિયા સુધી બંધ રહેશે, તો ઓઇલના ભાવમાં તોતિંગ વધારો નિશ્ચિત છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે પણ સંકેત આપ્યા છે કે હવે $100 પ્રતિ બેરલએ ન્યૂ નોર્મલ બની જશે અને આગામી સમયમાં ભાવ $200ને પણ સ્પર્શી શકે છે.

આ પણ વાંચો: ઈરાન-અમેરિકા લડતાં રહ્યા અને નેતન્યાહૂએ કરી નાખ્યો 'ખેલ', લેબેનોનના સૈન્યનું 'સરન્ડર'

પેટ્રોલના ભાવમાં 35% અને ડીઝલમાં 45%નો તોતિંગ વધારો

આ આર્થિક કટોકટીની સીધી અસર સામાન્ય જનતા પર જોવા મળી રહી છે. યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 35% અને ડીઝલમાં 45%નો વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે ઇંધણના વધતા ભાવને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ, કરિયાણું અને ટ્રાન્સપોર્ટેશન મોંઘા થશે, જેનાથી મોંઘવારીનો નવો આંકડો સામે આવશે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વ્હાઇટ હાઉસ હવે ઇમરજન્સી પાવર્સનો ઉપયોગ કરી કિંમતોને નિયંત્રિત કરવા માટે ઉદ્યોગ જગતના સંપર્કમાં છે.

યુદ્ધના કારણે ઊર્જા કટોકટી? ઓઇલના ભાવ 150-200 ડૉલર જવાની ભીતિ, વ્હાઇટ હાઉસે શરૂ કરી તૈયારીઓ 2 - image