Get The App

ચીનના યુદ્ધ જહાજનો જર્મનીના વિમાન પર લેસરથી હુમલો, રાતા સમુદ્રમાં બની ઘટના

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
ચીનના યુદ્ધ જહાજનો જર્મનીના વિમાન પર લેસરથી હુમલો, રાતા સમુદ્રમાં બની ઘટના 1 - image


China Laser Attack On Germany Plane : જર્મની રાતા સમુદ્રમાંથી પસાર થતા જહાજ સહિતની બોટોને હુથિ બળવાખોરોના હુમલાથી બચાવવા માટે રક્ષણ આપી રહ્યું છે, ત્યારે ચીનના યુદ્ધ જહાજોએ જર્મનીના વિમાન પર લેસરથી હુમલો કર્યો હોવાની ઘટના બની છે. ઘટના બાદ જર્મનીને ચીનની કરતૂતથી નારાજ થયું છે અને ચાઈનીઝ રાજદૂતને બોલાવ્યા છે. જર્મનીનું પેટ્રોલિંગ કરતું આ વિમાન યૂરોપીયન સંઘના મિશન એસ્પાઈડ્સનો ભાગ હતું અને વિમાન રાતા સમુદ્રમાં સુરક્ષા પુરી પાડી રહ્યું હતું.

સૂચના આપ્યા વગર વિમાન પર હુમલો કર્યો : જર્મની

જર્મનીના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ‘આ મહિનાની શરૂઆતમાં ચીનના યુદ્ધ જહાજે કોઈપણ કારણ કે પૂર્વ સૂચના આપ્યા વગર અમારા વિમાન પર લેસરથી હુમલો કર્યો હતો.’ મંત્રાલયના પ્રવક્તાના સૂત્રોએ કહ્યું કે, ‘ચીને લેસરનો ઉપયોગ કરીને લોકો અને વિમાનને ખતરામાં નાખવાની વાત સ્વિકારી છે. સાવધાનીના ભાગરૂપે મિશન પર કામ કરતા વિમાનને તાત્કાલીક અસરથી અટકાવી દેવાયું છે.’

આ પણ વાંચો : અમેરિકાએ ટેરિફ બોંબ ઝિંકતા જાપાનના વડાપ્રધાન નારાજ, ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું- ‘રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન નહીં’

જર્મનીએ ચીનને આપી ચેતવણી

મંત્રાલયે કહ્યું કે, ઘટના બાદ વિમાનને તાત્કાલીક જિબૂતી બેઝ પર લવાયું છે અને ચાલક દળના તમામ સભ્યો સુરક્ષિત હોવાની પણ માહિતી આપી છે. આ વિમાનમાં જર્મન સેનાના જવાનો સવાર હતા. બીજીતરફ વિમાનની તમામ સુરક્ષા તપાસ કરવામાં આવ્યા બાદ ફરી સંચાલન શરૂ કરી દેવાયું છે. આ વિમાન રાતા સમુદ્રમાં હુથિ બળવાખારોના હુમલાને ટાળવા માટેના મિશન હેઠળ પેટ્રોલિંગનું કામ કરે છે.

વિમાન લોકોના સુરક્ષા માટે પેટ્રોલિંગમાં હતું

જર્મનીના વિદેશ મંત્રાલયે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, ‘ચીને જર્મનીના કર્મચારીઓને ખતરામાં નાખ્યા છે અને ઓપરેશનમાં અડચણો ઉભી કરી છે, જે સંપર્ણ અસ્વિકાર્ય છે.’ બીજીતરફ ચીન તરફથી આ મામલે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. યૂરોપીય સંઘના મિશનનો ઉદ્દેશ્ય માત્ર પ્રવાસી જહાજોની સુરક્ષા કરવાનો છે. દક્ષિણ ભાગમાં આવેલ રાતો સમુદ્ર ખૂબ જ જોખમભરી જગ્યા છે. અહીં અવાર નવાર હુથિ બળવાખોરો હુમલા કરતા રહે છે, જેને ધ્યાને રાખી જર્મન સેના લોકોને બચાવવાના મિશન પર કામ કરી રહી છે.

આ પણ વાંચો : મસ્કને ટ્રમ્પ સાથે જીભાજોડી અને રાજકારણમાં એન્ટ્રી કરવી ભારે પડી, 24 કલાકમાં 1.31 લાખ કરોડ ગુમાવ્યા

Tags :