દુનિયામાં 4 ખ્રિસ્તી દેશ ઘટ્યાં, 10 વર્ષમાં વસતી આટલી બદલાઈ, જાણો હિન્દુઓની સ્થિતિ
Image: Freepik |
Population: ભારતમાં અનેક નેતા અવાર-નવાર બદલાતી વસ્તીનો મુદ્દો ઉઠાવે છે. હાલમાં જ તમિલનાડુના ગવર્નર અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ મુદ્દે પ્રશ્ન કર્યા હતા. તેમનું કહેવું છે કે, 2041 સુધી આસામમાં હિન્દુ લઘુમતિ થઈ જશે. આ સિવાય રાજ્યપાલ એન. રવિએ પણ આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં અમુક વિસ્તારોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ, દુનિયાભરમાં આવી ચર્ચા અને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હોય છે. હવે એક સરવેમાં સામે આવ્યું છે કે, 2010 થી 2020ના સમયગાળામાં દુનિયામાં ખ્રિસ્તી બહુમતિ ધરાવતા દેશોમાં ઘટાડો થશે.
કેમ લોકો ધર્મ છોડી રહ્યા છે?
ખ્રિસ્તી દેશોની સંખ્યા 2010માં 124 હતી, જે 2020માં ઘટીને 120 પર આવી ગઈ. જેનું કારણ છે કે, ઘણાં દેશોમાં ખ્રિસ્તી વસ્તીનું પ્રમાણ ઘટ્યું છે. જનસંખ્યા વૃદ્ધિ દરમાં ઘટાડો અને પોતાના ધર્મને છોડીને નાસ્તિક બની જવું અથવા કોઈ અન્ય ધર્મનો સ્વીકાર કરી લેવો તેની પાછળના મુખ્ય કારણો છે. જે દેશમાં ખ્રિસ્તીની વસ્તી બહુસંખ્યક નથી રહી, ત્યાં ઘટાડાનું સૌથી મોટું કારણ લોકોનો ધર્મ છોડીને જતું રહેવું છે. આ લોકો હવે પોતાને કોઈપણ ધર્મ સાથે નથી જોડતા. તે ખુદને નાસ્તિક, અજ્ઞેયવાદી અથવા અનીશ્વરવાદી માને છે. કુલ મળીને ખ્રિસ્તી દેશોની સંખ્યામાં 10 વર્ષના સમયગાળામાં ઘટાડો થઈ શકે છે અને 4 દેશ નકશામાંથી દૂર થઈ શકે છે.
5 એવા દેશ જ્યાં બહુસંખ્યક વસ્તી કોઈ ધર્મ નથી માનતી
દુનિયાના કુલ 5 ટકા દેશ એવા છે, જ્યાં બહુસંખ્યક વસ્તી કોઈપણ ધર્મ ન માનનારી હોય. હવે વાત કરીએ કે, આખરે એ દેશ કયા છે? જ્યાંની મોટાભાગની વસ્તી હવે ખ્રિસ્તી નથી રહી. આ દિશોમાં યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ઉરૂગ્વે જેવા મોટા દેશ છે. હવે યુકેમાં ખ્રિસ્તી વસ્તી 49 ટકા જ વધી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં 47 ટકા, ફ્રાન્સમાં 46 અને ઉરૂગ્વેમાં 44 ટકા ખ્રિસ્તી જનસંખ્યા વધી છે. ઉરૂગ્વેમાં કોઈપણ ધર્મ ન માનનારાની સંખ્યા 52 ટકા થઈ ગઈ છે. એક બીજુ તથ્ય એ છે કે, નેધરલેન્ડમાં પણ 54 ટકા વસ્તી કોઈ ધર્મને ન માનનારી છે. આ સિવાય ન્યૂઝીલેન્ડમાં આ નંબર 51 ટકા છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં F-35 ફાઈટર પ્લેન ક્રેશ, પાઈલટ પેરાશૂટ લઈને કૂદ્યો, વિમાન અગનગોળામાં ફેરવાયું
દુનિયામાં હિન્દુઓની શું સ્થિતિ છે?
વિશ્વના 201 માન્ય દેશોમાંથી, ફક્ત 120 ખ્રિસ્તી બહુમતી ધરાવતા દેશો છે. આ સિવાય, ફક્ત બે દેશો હિન્દુ બહુમતી ધરાવતા છે. આ દેશોમાંથી એક ભારત અને બીજો નેપાળ છે. એક રસપ્રદ હકીકત એ છે કે 95 ટકા હિન્દુ વસ્તી ફક્ત ભારતમાં રહે છે. આ ઉપરાંત, બાકીની 5 ટકા વસ્તી સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. એટલું જ નહીં, વિશ્વની વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો 15 ટકા છે. એકંદરે, વિશ્વના 60 ટકા દેશોમાં હજુ પણ ખ્રિસ્તી બહુમતી છે. જો કે, આગામી દાયકાઓમાં આ પરિસ્થિતિ વધુ બદલાઈ શકે છે. કેટલાક વધુ દેશો ખ્રિસ્તી બહુમતી હોવાનો ટેગ ગુમાવી શકે છે.