Get The App

અમેરિકામાં F-35 ફાઈટર પ્લેન ક્રેશ, પાઈલટ પેરાશૂટ લઈને કૂદ્યો, વિમાન અગનગોળામાં ફેરવાયું

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં F-35 ફાઈટર પ્લેન ક્રેશ, પાઈલટ પેરાશૂટ લઈને કૂદ્યો, વિમાન અગનગોળામાં ફેરવાયું 1 - image


USA F35 Fighter Jet Crash: અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે નૌસેનાનું F-35 ફાઈટર જેટ ક્રેશ થયુ હતું. આ ફાઈટર જેટ નવલ એર સ્ટેશન લેમુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. નૌસેનાએ આ દુર્ઘટનાની ખાતરી કરી હતી. બુધવારે સવારે લગભગ 4.30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી.

નૌસેનાએ નિવેદન જાહેર કર્યું હતું કે, દુર્ઘટના સમયે પાયલટ પેરાશૂટ મારફત બહાર નીકળી પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. તે સુરક્ષિત છે. આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયુ નથી. આ દુર્ઘટનાનું કારણ જાણી શકાયુ નથી. તપાસ ચાલુ છે.



આ પણ વાંચોઃ ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પની ભારત વિરુદ્ધ ફરી મોટી કાર્યવાહી, 6 કંપનીઓ સામે મૂક્યો પ્રતિબંધ

આ વિમાન ફાઈટર સ્ક્વોડ્રન VF-125નો હિસ્સો હતું. જે રફ રેડર્સ તરીકે ઓળખાતું હતું. આ યુનિટ ફ્લીટ રિપ્લેસમેન્ટ સ્ક્વોડ્રન તરીકે કામ કરે છે. જેનું મુખ્ય કામ પાયલટ અને એર ક્રૂને ટ્રેનિંગ આપવાનું છે.  નેવીએ નોંધ્યું હતું કે, પાયલટ સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ ઈજા થઈ નથી. ક્રેશ પાછળનું કારણ જાણવા પાયલટની પૂછપરછ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાઈરલ આ દુર્ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે, વિમાનમાં આગ લાગતાં ધૂમાડાના ગોટેગાટા વળ્યા હતાં. આ દુર્ઘટનાથી નૌસેના બેઝ ઓપરેશન પર શું અસર થઈ છે, તેની જાણકારી હજુ મળી નથી.

એફ-35 લાઈટનિંગ II

એફ-35 લાઈટનિંગ II એ લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવેલું 5th જનરેશનનું સ્ટિલ્થ ફાઈટર જેટ છે. જે ભયજનક હુમલાની ઓળખ કરી પાયલટને સાવચેત કરે છે. જેના ત્રણ વેરિયન્ટ છે. જે જુદી-જુદી કામગીરી માટે વપરાય છે. તમામ વેરિયન્ટમાં પાવરફૂલ સેન્સર્સ, પ્રિસિઝન સ્ટ્રાઈક, અને ઊચ્ચ કોટીની બચવા ક્ષમતા છે.

અમેરિકામાં F-35 ફાઈટર પ્લેન ક્રેશ, પાઈલટ પેરાશૂટ લઈને કૂદ્યો, વિમાન અગનગોળામાં ફેરવાયું 2 - image

Tags :