Get The App

હવામાં ઉડતી ટેક્સી તૈયાર, 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે, જાણી લો લોન્ચિંગ ડેટ

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
હવામાં ઉડતી ટેક્સી તૈયાર, 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે, જાણી લો લોન્ચિંગ ડેટ 1 - image


Flying Taxi : ફ્લાઇંગ ટેક્સી ક્ષેત્રે દુબઈ ઝડપી કામ કરી રહ્યું છે. આ શહેરમાં ફ્લાઇંગ ટેક્સી થોડા સમયમાં આવી જશે. પરિવહન ક્ષેત્રે આ એક મોટી ક્રાંતિ હશે. દુબઈએ તેની પહેલી ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સીનું પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે. આ એરક્રાફ્ટના કારણે  પ્રદૂષણ ઓછું થશે અને લોકોનો સમય પણ બચશે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં? ચૂંટણી પંચ રદ કરી શકે છે રજિસ્ટ્રેશન

આ એરક્રાફ્ટના કારણે  પ્રદૂષણ ઓછું થશે

અત્યાર સુધી આપણે ફ્લાઇંગ ટેક્સીઓ અને પર્સનલ વાહનો માત્ર ફિલ્મોમાં જ જોયા છે, પરંતુ હવે આ હકીકતમાં પણ જોવા મળશે. આ એરક્રાફ્ટ Joby Aviation દ્વારા વિકસાવવામાં આવ્યું છે. eVTOLને Joby Aviation દ્વારા દુબઈ રોડ ઍન્ડ ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ સાથે મળીને આ તૈયાર કર્યું છે, જે શહેરી મોબિલિટીને સંપૂર્ણપણે બદલી શકે છે

ફ્લાઇંગ ટેક્સી 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે

આ ફ્લાઇંગ ટેક્સી 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને 160 કિલોમીટર સુધીને રેંજ સાથે આવે છે. જેના કારણે તમે માત્ર 12 મિનિટમાં 45 મિનિટની મુસાફરી પૂર્ણ કરી શકશો. આ પરિક્ષણ ચોક્કસ રણ વિસ્તાર પર પૂરું કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: VIDEO: હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક ગુમ

2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે

આ એરક્રાફ્ટને શહેરોમાં ઓપરેટ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ભીડ સાથે પ્રદુષણ ઓછું કરવામાં મદદ કરશે. દુબઈ વિશ્વનું પહેલું શહેર બનવા માંગે છે, જ્યાં સંપૂર્ણપણે હવાઈ ટેક્સી સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેના માટે એક અલગ નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. દુબઈ આવતાં વર્ષે એટલે 2026માં કોમર્શિયલ ઓપરેશન પણ શરુ કરી શકે છે. તેનું પહેલું સ્ટેશન દુબઈ ઍરપોર્ટ નજીક હશે.

Tags :