જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં? ચૂંટણી પંચ રદ કરી શકે છે રજિસ્ટ્રેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ત્રણ રાજકીય પાર્ટીઓની નોંધણી રદ થઈ શકે છે. આ ત્રણેય પાર્ટી રાજકીય રૂપે નિષ્ક્રિય છે અને તેમની નિષ્ક્રિયતાનું સંજ્ઞાન લેતા મુખ્ય ચૂંટણી અધિકારીએ સોમવારે (30 જૂન) ત્રણેય રાજકીય પાર્ટી ઑલ જમ્મુ-એન્ડ કાશ્મીર રિપબ્લિકન પાર્ટી, ઈન્ડિયન પીપુલ્સ કૉન્ફ્રેન્સ અને સોશિયલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટીને કારણ જણાવો નોટિસ જાહેર કરી છે.
કારણ જણાવો નોટિસ ફટકારી
જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, પ્રદેશમાં વિવિધ રાજકીય પાર્ટીની ગતિવિધિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જોવા મળ્યું કે, ત્રણ નોંધાયેલી રાજકીય પાર્ટીઓ વર્ષ 2019થી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. તેમણે 2019થી જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો નથી. આ ઉપરાંત, આ પાર્ટીના વર્તમાન સરનામાં કોઈને ખબર નથી, તેથી તેમના અસ્તિત્વ પર પ્રશ્નો ઊભા થાય છે. આ પાર્ટીઓને કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનો પક્ષ રજૂ કરવાનું કહેવાયું છે કે કે, કેમ તેમને રજિસ્ટર્ડ પાર્ટીઓની યાદીમાંથી કેમ ન કરવા જોઈએ? આ પાર્ટીઓને 7 જુલાઈ, 2025 સુધીમાં સોગંદનામા અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે લેખિતમાં પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ અમરેલી હિટ એન્ડ રનમાં ખુલાસો, અંગત અદાવત રાખી ગાડીથી કચડી નાખવાનો પ્રયાસ, હુમલાખોર ફરાર
ચૂંટણી પંચના અધિકારીએ શું કહ્યું?
ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'જો સંબંધિત પાર્ટીઓ નક્કી કરેલી સમયમર્યાદામાં પોતાનો પક્ષ રજૂ કરવામાં અસમર્થ રહે છે, તો મુખ્ય ચૂંટણી અધિકારી યોગ્ય કાર્યવાહી કરી શકે છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી રાજકારણને સંપૂર્ણપણે સુગમ બનાવવા અને નોંધાયેલા રાજકીય પક્ષોની સક્રિયતા સુનિશ્ચિત કરવાની પ્રક્રિયાનો એક ભાગ છે.'









