અમેરિકા-કેનેડાના સૌથી ગરીબ લોકો પણ ભારતના સૌથી વધુ અમીરો કરતાં વધુ કમાય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વર્લ્ડ બેન્કનો ચોંકાવનારો અહેવાલ
- વર્લ્ડ બેન્કના ૨૦૨૬ના પોવર્ટી એન્ડ ઇન ઇકવોલિટી પ્લેટફોર્મના આંકડા ભારતનાં અર્થતંત્ર માટે પ્રચંડ પડકાર રૂપ બની રહ્યા છે
નવી દિલ્હી : દુનિયાના અમીર દેશો અને ભારતના લોકોનાં જીવનસ્તરમાં કેટલું મોટુ અંતર છે. તે વર્લ્ડ બેન્કના આંકડા ઉપરથી જાણી શકાય તેમ છે.
આંચકાજનક વાત તો તે છે કે, અમેરિકા, કેનેડા, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો તો સૌથી ગરીબ તેવા ૧૦ ટકા લોકોનો રોજનો ખર્ચ પણ ભારતના સૌથી અમીર તેવા ૧૦ ટકા લોકોના દૈનિક ખર્ચ કરતા ઓછો છે.
વર્લ્ડ બેન્ક જણાવે છે કે આ પરિસ્થિતિ ભારતીય અર્થતંત્ર માટે પડકારરૂપ છે. ભારતમાં સૌથી ગરીબ તેવા ૧૦ ટકા લોકોની રોજની કમાણી કે ખર્ચ વ્યકિતદીઠ આશરે ૩ ડોલર છે. અમેરિકામાં એ આંકડો ૨૫ ડોલર છે, જ્યારે કેનેડામાં તે ૩૧ ડોલર છે. જર્મની અને ઓસ્ટ્રેલિયામાં સૌથી ગરીબ તેવા ૧૦ ટકા લોકોનો દૈનિક ખર્ચ ૨૮ ડોલર છે.
બીજી તરફ ભારતમાં સૌથી અમીર તેવા ૧૦ ટકા લોકોની રોજની કમાણી અને ખર્ચ આશરે ૧૦ ડોલર છે. અમેરિકામાં તે આંક ૧૭૩ ડોલર, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ૧૨૯ ડોલર અને જર્મનીમાં ૧૨૮ ડોલર સુધી પહોંચ્યો છે.
ભારતીય સર્વેક્ષણ પ્રમાણે જે દર મહિને ૮૦ હજાર રૂ. કમાય છે તે દેશના સૌથી વધુ કમાનારા ૧૦ ટકા લોકોના વર્ગમાં આવે છે. પરંતુ તે આંકડા વિકસિત અર્થતંત્રોમાં સૌથી ઓછી આવકવાળા લોકોની તુલનામાં ઘણા નીચે છે.
ફાઉન્ડેશન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટના પ્રોગ્રામ એસોસિએટ અરોના દત્તા ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ ભારત માટે એક બહુ મોટી સમસ્યા બની રહી છે. તેમાં માત્ર ગરીબી જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્રમાં જ આવક ઓછી છે.
ભારતમાં રોજના ૧૦ ડોલર ખર્ચ કરનારી વ્યકિત સૌથી અમીર તેવા ૧૦ ટકા લોકોમાં સામેલ થઇ જાય છે. જ્યારે કેનેડા, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં તો રોજના ૧૦ ડોલર (૮૫૦ રૂ. આશરે) ખર્ચ કરનારા સૌથી ગરીબ તેવા ૧૦ ટકા લોકોમાં ગણવામાં આવે છે.




