For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફ્રી નેટ, ઓનલાઈન મતદાન, સમાન ટેક્સ સહિતની તમામ ડિજિટલ સેવાઓથી સજ્જ વિશ્વનો એક માત્ર દેશ ‘એસ્ટોનિયા’

Updated: May 6th, 2024

ફ્રી નેટ, ઓનલાઈન મતદાન, સમાન ટેક્સ સહિતની તમામ ડિજિટલ સેવાઓથી સજ્જ વિશ્વનો એક માત્ર દેશ ‘એસ્ટોનિયા’
Image Wikipedia

The world's only digital country : યુરોપનો નાનકડો એવો આ દેશ છે એસ્ટોનિયા (Estonia). આ દેશની અંદર ઇન્ટરનેટ માટે એક પણ રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી, તદન ફ્રીમાં ઈન્ટરનેટ સેવા મળી રહી છે. એસ્ટોનિયા દેશની અંદર દરેક નાગરિકને ટેક્સ ભરવાથી લઈને કાર પાર્કિંગ સુધીનો બધો જ વ્યવહાર ઓનલાઈન માધ્યમથી થાય છે, એટલે કે ત્યાં કોઈ રોકડ વ્યવહાર થતો જ નથી. અમેરિકાની બિન સરકારી સંસ્થા એક ફ્રીડમ હાઉસ  (Freedom House)ના કહેવા પ્રમાણે એસ્ટોનિયા સમગ્ર વિશ્વમાં મફત ઇન્ટરનેટ સેવા આપી શકે તેવો મોડેલ દેશ છે. ફ્રી ઇન્ટરનેટ સિવાય કેટલીક વાતો છે, જે દેશને ખાસ બનાવે છે. યુરોપના ઉત્તર પૂર્વમાં બાલ્ટિક સાગરના પૂર્વ કિનારે આવેલો દેશ પહેલા સોવિયત સંઘનો હિસ્સો ગણવામાં આવતો હતો. વર્ષ 1991માં રશિયાથી (Russia)અલગ થયા બાદ આ દેશની કથળતી અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો થયો.

અર્થતંત્રને મજબૂત કરવા સરકારે 1996માં દેશવ્યાપી કાર્યક્રમો કર્યા 

યુરોપીયન યુનિયન (european union) અને નાટો દેશના સૌથી નાનો દેશ ગણાતા એસ્ટોનિયાની સરકારે નાગરિકો માટે ફ્લેટ ઈન્કમ ટેક્સની સિસ્ટમ લાગુ કરી એટલે કે કોઈને ટેક્સ વધુ નહીં, કોઈને ઓછો પણનહીં, બધા માટે એકસમાન ટેક્સનો ચૂકવવો પડશે. તેની સાથે સાથે નાગરિકોને ઇન્ટરનેટ સાથે જોડીને અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે એસ્ટોનિયા સરકારે 1996માં દેશવ્યાપી કાર્યક્રમ કરવાના શરૂ કર્યા હતા. અને જોત જોતામાં આજે આખો દેશ સંપૂર્ણરીતે ડિજિટલ દેશ બની ગયો છે. રશિયાથી અલગ થયા પછી તેનો આર્થિક વિકાસ ખૂબ જ ઝડપી થયો છે. આજે તેનો આર્થિક વિકાસ દર પણ સૌથી વધુ છે. હાલ આ દેશની ગણતરી યુરોપિયન યુનિયન દેશમાં કરવામાં આવી રહી છે. 

Article Content Image
Image Wikipedia

વર્ષ 2000થી ફ્રીમાં આપવામાં આવે છે ઈન્ટરનેટ સેવા

વર્ષ 2000થી જ અહીં સ્કૂલ અને કોલેજોમાં મફત ઇન્ટરનેટ સેવા આપવામાં આવી રહી છે. આ દેશના નાણા મંત્રાલયનો નિર્ણય હતો કે, અહીંનો આગામી એક વર્ષમાં દેશનો દરેક નાગરિક ફ્રી ઇન્ટરનેટ સેવા ઉપયોગ કરતા શીખી શકે. અને આ ટારગેટ એક વર્ષમાં પુરો કર્યો. દેશના લગભગ 90 ટકા લોકો ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી રહ્યા છે. દેશભરમાં 3000 થી વધુ ફ્રી વાઈફાઈ લગાવવામાં આવ્યા છે. જેમ કે કોફી શોપ, પેટ્રોલ પંપ, રસ્તાઓ પર, શાળા -કોલેજો, હોસ્પિટલો, હોટલો તેમજ દરેક સરકારી કચેરીમાં ફ્રી વાઈફાઈ લગાવવામાં આવ્યા છે. વધુમાં એસ્ટોનિયા સરકારે જણાવ્યુ કે, આ દેશમાં ચૂંટણીમાં મતદાન પણ ઓનલાઈન કરવામાં આવે છે. 

નોર્વેમાં નેટની સ્પીડ સૌથી વધુ

આમ તો સૌથી ફાસ્ટ ઈન્ટરનેટની વાત કરીએ તો ઈન્ટરનેશનલ બ્રોડબેન્ડ સ્પીડ ઇન્વેસ્ટિગેશન એજન્સી અનુસાર, નોર્વેમાં સૌથી નેટની સ્પીડ વધુ છે. જો આપણે નેટના આકડા અનુસાર નોર્વેમાં નેટ વ્યવસ્થા કેવી છે તે જાણીએ, તો ગયા વર્ષે જ અહીં મોબાઈલ ફોનની ઈન્ટરનેટ સ્પીડમાં સરેરાશ 69 ટકાનો વધારો થયો છે. હાલમાં તે 52.6 મેગાબાઇટ્સ પ્રતિ સેકન્ડ છે. એટલે કે જો તમે 400 MBનું પીકચર ડાઉનલોડ કરવા મૂકો તો માત્ર 8 સેકન્ડ જેટલો સમય લાગે છે. 

Article Content Image

સાયબર ક્રાઈમ ન બરાબર 

એસ્ટોનિયાની દેશની મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ દેશના દરેક ખૂણામાં ફ્રી વાઈફાઇ સુવિધા હોવા છતાં પણ અહીં સાયબર ક્રાઇમના ગુના નથી. એસ્ટોનિયા સરકાર ફ્રી વાઈફાઈ માટે સમયાંતરે નેટના યોગ્ય ઉપયોગને લઈને કેંપેન ચલાવે છે. અહીં ઇન્ટરનેટ સેવા ફ્રી છે તો એવું નથી કે બધી જ છૂટ છે, કેટલીક વસ્તુ પર સરકારે પ્રતિબંધ પણ મૂક્યો છે. જેમ કે જુગાર અધિનિયમ હેઠળ, કોઈપણ સ્થાનિક અને વિદેશી જુગારની સાઇટ માટે વિશિષ્ટ લાયસન્સ જરૂરી છે. જો લાયસન્સ ન હોય તો તે માન્ય ગણવામાં આવતું નથી અને તે સરકાર દ્વારા તેને બંધ કરવામાં આવે છે. માર્ચ 2017 સુધીમાં એસ્ટોનિયન ટેક્સ અને કસ્ટમ્સ બોર્ડે લાઇસન્સ વગર ચાલતી 1200 વેબસાઇટ બંધ કરી દેવામાં આવી હતી. 

પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ફ્રી 

એસ્ટોનિય સરકાર દ્વારા માત્ર ઈન્ટરનેટ જ  નહીં, અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા પણ સમગ્ર દેશમાં ફ્રી છે. આ દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા ફ્રી કરવા દેશની રાજધાની તાલ્લીના મેયર એડગાર સાવિસ્સારે 2013માં નિર્ણય લીધો હતો. એડગાર સાવિસ્સારની વિચારસરણી એવી હતી કે, આ દેશ પહેલા રશિયાનો હિસ્સો હતો, ત્યારે દેશ સાથે ઘણીવાર તકરાર થઈ હતી. તો આ દેશના લોકો વધુને વધુ ફરવાની તક મળે. ફ્રી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવામાં જબરદસ્ત સમર્થન મળ્યા પછી આમ જનતા માટે ટ્રેન સેવા પણ ફ્રી કરવામાં આવી હતી. એસ્ટોનિયા ઉપરાંત ફ્રાન્સ અને જર્મની પણ વાયુ પ્રદૂષણનો રોકવા માટે પબ્લિક માટે ટ્રાન્સપોર્ટ ફ્રી કરવાનું વિચારી રહી છે. યુકેના વેલ્સમાં  અઠવાડિયામાં છેલ્લા દિવસે ફ્રી બસો દોડાવવામાં આવે છે. 

નાગરિકોને શુદ્ધ હવા મળી રહે છે

અહીં નાગરિકોને શુદ્ધ હવા મળી રહે તે માટે પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, એસ્ટોનિયા દેશનું નામ વિશ્વમાં ટોપ પર આવે છે. એસ્ટોનિયા સિવાય વિશ્વમાં એવા કેટલાક દેશો છે, જ્યાં હવાની ગુણવત્તા શ્રેષ્ઠ છે. જેમ કે ફિનલેન્ડ (Finland), સ્વીડન (Sweden), કેનેડા (Canada), નોર્વે (Norway) અને આઈસલેન્ડ ( Iceland) આ દેશો પણ શુદ્ધ માટે નંબર વન પર છે. સૌથી ખરાબ હવાની વાત કરી એ તો ભારત, યુગાન્ડા, મંગોલિયા, કતાર અને કેમરૂન આ દેશની હવા સૌથી વધુ ખરાબ હવા ગણવામાં આવી રહી છે. 

Gujarat