For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એલન મસ્કની સંપત્તિ એક જ દિવસમાં રૃ. ૨.૭૧ લાખ કરોડ વધી

મસ્કની કુલ નેટવર્થ વધીને ૨૮૮.૬ અબજ ડોલર

કાર ભાડે આપતી કંપની હર્ટ્ઝે ટેસ્લાની એક લાખ કાર ખરીદવાની જાહેરાત કરતા ટેસ્લાનો શેર એક જ દિવસમાં ૧૪.૯ ટકા વધીને ૧૦૪૫ ડોલર

Updated: Oct 26th, 2021

 

નવી દિલ્હી, તા. ૨૬Article Content Image

કાર ભાડે આપતી કંપની હર્ટ્ઝે ટેસ્લા સાથે એક લાખ કાર ખરીદવાની સમજૂતી કરતા ટેસ્લાના માલિક એલન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ૩૬.૨ અબજ ડોલર એટલે કે ૨.૭૧ લાખ કરોડ રૃપિયાનો વધારો થયેો છે. આ સાથે જ મસ્કની નેટવર્થ વધીને ૨૮૮.૬ અબજ ડોલર થઇ ગઇ છે. 

હર્ટ્ઝે એક લાખ ટેસ્લા કાર ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. જેના કારણે ટેસ્લાનો શેર ૧૪.૯ ટકા વધીને ૧૦૪૫.૦૨ ડોલર થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે એલન મસ્ક પાસે ટેસ્લના ૨૩ ટકા શેર છે. આ સાથે જ મસ્ક પાસે રહેલા ટેસ્લાના શેરોની કીંમત વધીને ૨૬૯ અબજ ડોલર થઇ ગઇ છે. 

બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સના ઇતિહાસમાં કોઇ ઉદ્યોગપતિની સંપત્તિમાં થયેલો એક દિવસનો સૌથી મોટો વધારો છે. આ અગાઉ ચાઇનિઝ ટાયકૂન ઝોંગ શાનશાનની સપત્તિમાં ગયા વર્ષે એક જ દિવસમાં ૩૨ અબજ ડોલરનો વધારો થયો હતો. 

ઉલ્લેખનીય છે કે મસ્કની બે તૃતિયાંશ ભાગની નેૈટવર્થ ઇલેક્ટ્રિક કાર કંપનીના શેર સાથે સંકળાયેલી છે. ઉલ્લેખનીય છે કે મસ્ક ટેસ્લાના સહ સ્થાપક અને સીઇઓ છે. આ સાથે જ બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં મસ્ક એમેઝોનના જેફ બેઝોસ કરતા ઘણા આગળ નીકળી ગયા છે. જેફ બેઝોસની ૧૯૩ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે.

આ ઉપરાંત મસ્ક રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સની સીઇઓ અને અગ્રણી શેર હોલ્ડર છે. આ કંપનીનો માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલરથી વધારે છે. ટેસ્લાના શેરમાં થયેલા વધારાને કારે તેનું માર્કેટ કેપ વધીને એક લાખ કરોડ ડોલર(એક ટ્રિલિયન ડોલર)ને પાર થઇ ગયું છે. જો કે એપલ, એમેઝોન, માઇક્રોસોફટ અને આલ્ફાબેટનો માર્કેટ કેપ અગાઉથી જ એક લાખ ડોલરથી વધારે છે. 

હર્ટ્ઝે પોતાની જાહેરાતમાં જણાવ્યું છે કે તે ૨૦૨૨નાં અંત સુધીમાં ટેસ્લાની એક લાખ કારની ખરીદી પૂર્ણ કરશોે. આ જાહેરાતને પગલે ટેસ્લાના શેરનો ભાવ ૧૪.૯ ટકા વધીને ૧૦૪૫ ડોલર થઇ ગયો છે. આ ટેસ્લા વિશ્વની સૌથી મોટી ઓટોમોબાઇલ મેન્યુફેકચર કંપની બની ગઇ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર જે રીતે મસ્કની નેટવર્થ વધી રહી છે તે જોતા એવુ લાગે છે કે તે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર બની શકે છે.


Gujarat