વૈશ્વિક દેવું 365 લાખ કરોડ ડોલરને પાર જતાં અર્થશાસ્ત્રીઓની એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તાકીદના પગલાં ન ભરાયા તો વૈશ્વિક નાણાકીય આફત આવી શકે
- ચાલુ વર્ષે જ વૈશ્વિક દેવાના ઋણબોજમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ કરોડ ડોલરનો વધારો થઈ ગયો
વોશિંગ્ટન : ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ટરનેશનલ ફાઇનાન્સે ટોચના વૈશ્વિક અર્થંતંત્રો માટે ભયજનક ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે વિશ્વના અગ્રણી દેશોની સરકારો જંગી ખાધ વિષચક્રમાં સપડાઈ ગઈ છે. તેના લીધે તેમનો વ્યાજખર્ચ ઉત્તરોતર વધી રહ્યો છે. તેમને ત્યાં મોંઘવારી માઝા મૂકી રહી છે.તેના લીધે વૈશ્વિક દેવાનો આંકડો ૩૬૫ લાખ કરોડ ડોલરને વટાવી ગયો છે.
ચાલુ વર્ષે જ આ દેવાના આંકડામાં બીજા ૧૦ લાખ કરોડ ડોલરનો વધારો થયો છે.
અમેરિકા, જાપાન, ફ્રાન્સ અને યુ.કે. આજે ઇમર્જિંગ માર્કેટ્સ પોતાની ખાધને અંકુશમાં રાખવા જે પડકારનો સામનો કરતા હતા બિલકુલ તેવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ વિકસિત અર્થતંત્રો દ્વારા કરવામાં આવતી વ્યાજની ચૂકવણી વૈશ્વિક એઆઈ, ડિફેન્સ અને ટેકનોલોજી પરના ખર્ચ કરતાં પણ વધારે છે. આ દિશામાં જો તાકીદના પગલાં નહીં ભરવામાં આવે તો મોટાપાયા પર વૈશ્વિક નાણાકીય આફત આવી શકે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના ચીફ ક્રિસ્ટલિના જ્યોર્ગિવાએ જણાવ્યું હતું કે આ અત્યંત ચિતાજનક બાબત છે. વિશ્વના ટોચના દેશોએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં સૈળ્વિક દેવુ ૧૦ લાખ કરોડ ડોલર વધીને ૩૬૫ લાખ કરોડ ડોલર થઈ ગયું છે.
વિશ્વના અગ્રણી અર્થતંત્રોએ છેલ્લા દાયકા કરતાં પણ વધુ સમયથી મધ્યમથી લાંબા ગાળાના સ્વરૂપમાં જારી કરેલા સરકારી બોન્ડના લીધેના સરકારી દેવા જંગી સ્તરે પહોંચી ગયો છે.
અમેરિકાનું દેવું ૪૦ લાખ કરોડ ડોલરને વટાવી ચૂક્યું છે. આવી જ સ્થિતિ યુકે, ફ્રાન્સ અને જાપાનની છે. વધતા જતા વ્યાજના કારણે ઉપજમાં વધારો થયો છે અને તેના લીધે રોકાણકારો અસહજ હોવાની સ્થિતિ અનુબવે છે.
વિશ્વના ટોચના ચાર અર્થતંત્રો સતત વધતા જતાં ખર્ચનો સામનો કરી રહ્યા છે.અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે મિડ ટર્મ ચૂંટણીમાં આકરા સવાલોનો સામનો કરવો પડી શકે છે, તે હારી જાય તો પણ આશ્ચર્ય નહી થાય. જ્યારે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે તો મોંઘવારીને અંકુશમાં લેવામાં નિષ્ફળ જવા બદલ ઘરભેગા થવું પડયું છે. જાપાનના વડાપ્રધાને પણ રાજકોષીય શિશ્ત જાળવવામાં નિષ્ફળ જવાના લીધે રાજીનામુ આપવાની ફરજ પડી હતી તો ફ્રાન્સના પ્રમુખ મેક્રો ઘરઆંગણે મોટાપાયા પર પ્રબળ વિરોધનો સામનો કરી રહ્યા છે.
આમ આ દેશો હવે જાણે ઋણના મોરચે જાણે ઇમર્જિંગ માર્કેટ્સ સાથે સ્પર્ધા કરી રહ્યા છે. વોશિંગ્ટન સ્થિત ગ્રૂપેનો દાવો છે કે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેડિંગ થતાં હોય તેવા બોન્ડમાં ૩.૩ લાખ કરોડ ડોલર ફક્ત વ્યાજ પેટે જ ચૂકવવામાં આવ્યા છે. તેની સામે એઆઈ પાછળ વૈશ્વિક ખર્ચ ૨.૬ લાખ કરોડ ડોલર, સંરક્ષણ પાછળ ૩.૧ લાખ કરોડ ડોલર, સ્વચ્છ ઉર્જા પાછળ ૨.૩ લાખ કરોડ ડોલરનો ખર્ચ હતો.




