World

ઈન્ડોનેશિયામાં શક્તિશાળી ભૂકંપ, 6.6 તીવ્રતાના આંચકાથી ધરતી ધ્રૂજી

By GS TEAM
28 Oct 20251 min read
TukuTouch Logo
ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવાશાસ્ત્ર અને ભૂભૌતિકશાસ્ત્ર એજન્સી (BMKG)ના જણાવ્યા અનુસાર આજે (28 ઓક્ટોબર) સાંજે પૂર્વ ઈન્ડોનેશિયામાં તનીમ્બર ટાપુઓના ઉત્તર-પશ્ચિમ દરિયાકિનારે 6.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:40 કલાકે આવ્યો હતો. ભૂકંપની કેન્દ્ર બિન્દુ તનીમ્બરથી લગભગ 183 કિમી ઉત્તર-પશ્ચિમ સ્થિત 185 કિમીની ઊંડાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્ડોનેશિયામાં શક્તિશાળી ભૂકંપ, 6.6 તીવ્રતાના આંચકાથી ધરતી ધ્રૂજી

Indonesia Earthquake : ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવાશાસ્ત્ર અને ભૂભૌતિકશાસ્ત્ર એજન્સી (BMKG)ના જણાવ્યા અનુસાર આજે (28 ઓક્ટોબર) સાંજે પૂર્વ ઈન્ડોનેશિયામાં તનીમ્બર ટાપુઓના ઉત્તર-પશ્ચિમ દરિયાકિનારે 6.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:40 કલાકે આવ્યો હતો. ભૂકંપની કેન્દ્ર બિન્દુ તનીમ્બરથી લગભગ 183 કિમી ઉત્તર-પશ્ચિમ સ્થિત 185 કિમીની ઊંડાઈ છે.

સુનામીનું જોખમ નહીં

ભૂકંપ અંગે અધિકારીઓએ કહ્યું કે, આ ભૂકંપના કારણે હાલ કોઈ સુનામીનું જોખમ નથી. રિપોર્ટ મુજબ, હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બનતી રહે છે.