World

QUAD સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, આવતા વર્ષે યોજાશે પ્રથમ ક્વાડ બિઝનેસ લીડર્સ ફોરમ

By GS Team
17 Nov 20262 mins read
TukuTouch Logo
ફિલિપાઇન્સના મનીલામાં યોજાયેલી ક્વાડ સમિટમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી વર્ષે પ્રથમ 'ક્વાડ બિઝનેસ લીડર્સ ફોરમ'ની જાહેરાત કરી છે. આ ફોરમનો ઉદ્દેશ્ય ચાર દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવાનો છે. ક્વાડ દેશો- ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ ખનિજો અંગે નવી સમજૂતીઓ થઈ, જે ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ છે. વડાપ્રધાન મોદીએ દરિયાઈ સુરક્ષા અને સપ્લાય ચેઇનમાં સહયોગ પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

QUAD સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, આવતા વર્ષે યોજાશે પ્રથમ ક્વાડ બિઝનેસ લીડર્સ ફોરમ

Donald Trump Announces First Quad Business Leaders Forum: ફિલિપાઇન્સના મનીલામાં આયોજિત ક્વાડ (QUAD) સમિટમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે આવતા વર્ષે પ્રથમ 'ક્વાડ બિઝનેસ લીડર્સ ફોરમ' (Quad Business Leaders Forum) ના આયોજનની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય ચારેય દેશો વચ્ચે આર્થિક સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાનો છે. આ સાથે જ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર અને વિશ્વભરમાં સન્માનિત નેતા ગણાવ્યા હતા.

મહત્વપૂર્ણ ખનિજો અને સપ્લાય ચેન અંગે સમજૂતી

ચીન પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ: ટ્રમ્પે જણાવ્યું કે ક્વાડ દેશો એવા ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વપૂર્ણ ખનિજો (Critical Minerals) અને દુર્લભ ખનિજો (Rare Earth) અંગે અનેક નવી સમજૂતીઓ કરવામાં આવી રહી છે. આ કરારોનો હેતુ સપ્લાય ચેનને સુરક્ષિત કરવાનો અને કોઈ એક વિદેશી સપ્લાયર પરની નિર્ભરતા ઘટાડવાનો છે.

આગામી 12 મહિનામાં મોટી પહેલ: ટ્રમ્પે કહ્યું કે આગામી 12 મહિનામાં એવી અનેક પહેલો થશે, જેની અસર આખી દુનિયા જોશે.

PM મોદીનું સંબોધન અને મનીલાનું ઐતિહાસિક મહત્વ

મનીલા સાથે ક્વાડનો જૂનો નાતો: પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન તાકાઇચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝનું સ્વાગત કરતા જણાવ્યું કે 2007 માં ચારેય દેશોના અધિકારીઓની પ્રથમ બેઠક મનીલામાં થઈ હતી અને 2017 માં અહીંથી જ ક્વાડ સંવાદ ફરી શરૂ થયો હતો.

સહયોગના મુખ્ય ક્ષેત્રો: વડાપ્રધાન મોદીએ દરિયાઈ સુરક્ષા, વિશ્વસનીય સપ્લાય ચેન, નવી ટેકનોલોજી અને આપત્તિ વ્યવસ્થાપનમાં ક્વાડ દ્વારા નક્કર સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે મુલાકાત

મનીલામાં 23મી ભારત-આસિયાન સમિટ દરમિયાન પીએમ મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ ડિજિટલાઇઝેશન, કૌશલ્ય વિકાસ, સંરક્ષણ, કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ સહિત 8 પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને આગામી ASEAN અધ્યક્ષતા માટે સિંગાપોરને શુભેચ્છા પાઠવી હતી.