World

'ડૉનાલ્ડ ટ્રમ્પની જાહેરાતો, આર્થિક D-Day દર્શાવે છે આર્થિક ભીંસમાંથી ધ્યાન બીજે દોરવા આમ કરાયું છે

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
તહેરાનમાં ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ટ્રમ્પના નિવેદનોનો વળતો જવાબ આપ્યો. ટ્રમ્પે ઈરાન પર કઠોર આર્થિક પ્રતિબંધોની ધમકી આપતા કહ્યું કે, ઈરાન સાથે સંબંધ ધરાવનારાઓ સામે પણ પગલાં લેવાશે. અરાઘચીએ જણાવ્યું કે, ટ્રમ્પ અમેરિકાની આર્થિક કટોકટી અને દેવામાંથી ધ્યાન ભટકાવવા આ કરી રહ્યા છે. આર્થિક ત્રાસવાદ વૈશ્વિક અર્થતંત્રને અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ડૉનાલ્ડ ટ્રમ્પની જાહેરાતો, આર્થિક D-Day દર્શાવે છે આર્થિક ભીંસમાંથી ધ્યાન બીજે દોરવા આમ કરાયું છે

તહેરાન: ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ગુરૂવારે પ્રમુખ ટ્રમ્પના વિધાનો સામે વળતા પ્રહારો કરતા કહ્યું હતું કે, 'તે ઇમેરિકાનો ડી-ડે (ડુમ્સ ડે) દર્શાવે છે.' ઇરાનની ઉપર કઠોર આર્થિક પ્રતિંબધો મૂકવા સાથે ઇરાનને સીધી કે આડકતરી સહાય કરનારાઓ ઉપર પણ કઠોર પગલા લેવાની અમેરિકી પ્રમુખે ઉચ્ચારેલી ખુલ્લી ધમકી અંગે અરાઘચીએ કહ્યું હતું કે, અમેરિકાની પોતાની જ આર્થિક કટોકટીથી પોતાની જનતાનું ધ્યાન બીજે દોરવા માટે પ્રમુખ ટ્રમ્પે આવી જાહેરાતો કરી છે.
'એક્સ' ઉપર કરેલા પોસ્ટમાં અરાઘચીએ કહ્યું હતું કે, 'ઇરાન માટે 'ડુમ્સ-ડે' (કયામતનો દિવસ) લાવવાની ડૉનાલ્ડ ટ્રમ્પની ધમકી માત્ર અને માત્ર અમેરિકાની અભૂતપૂર્વ આર્થિક કટોકટી, અસામાન્ય દેવું અને સતત વધતા વ્યાજદર તરફથી અમેરિકનોનું ધ્યાન બીજે દોરવા ઉચ્ચારી રહ્યા છે.
પોતાની નિષ્ફળ નીતિઓ, ફરી ફરીને અમલી કરવાથી માત્ર પરાજય જ આવશે તો બીજી તરફ ઇરાનીઓની શત્રુતા પણ વધશે. અમેરિકા આર્થિક ત્રાસવાદ ફેલાવી રહ્યું છે. તેથી વૈશ્વિક અર્થતંત્રની અવળી અસર થશે. તેમજ વિશ્વના દેશોના સંપૂર્ણ સાર્વભૌમત્વ પણ જોખમાઈ જશે.
ટ્રમ્પે બુધવારે (સ્થાનિક સમય પ્રમાણે) તેઓના 'ટ્રુથ સોશ્યલ' પર જાહેર કર્યું હતું કે, 'ઇરાન ઉપર હવે અભૂતપૂર્વ આર્થિક પ્રતિબંધો મુકી દેવાશે જે તેને કચડી નાખશે.' આ સાથે ઇરાન સાથે તેઓ સીધો કે આડકતરો પણ સંબંધ ધરાવનારા દેશો સામે પણ ટ્રમ્પે કઠોર પગલાની ધમકી ઉચ્ચારી હતી. ઇરાને તે પગલાને 'અભૂતપૂર્વ સ્તરે' ઇરાન સામે આર્થિક યુદ્ધ કરવાનો પણ અરાઘચીએ ટ્રમ્પ ઉપર આક્ષેપ મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે ઇરાન ઉપર ઑઇલ સ્મગલિંગ તથા એક્ષચેન્જ હાઉસમાં પણ ગરબડ કરવાના તથા પૈસાની (ગેરકાયદે) અદલાબદલી કરવાના પણ આક્ષેપો મૂક્યા હતા. ઇરાને તે સામે સજ્જડ વળતા પ્રહારો શરૂ કર્યા છે.