Get The App

'તમે લોકો અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર... ', પુતિન-કિમ જોંગને સાથે જોઈ અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
'તમે લોકો અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર... ', પુતિન-કિમ જોંગને સાથે જોઈ અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ 1 - image


Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વિક્ટ્રી પરેડની ઠીક પહેલાં પ્રમુખ શી જિનપિંગ, વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને લઈને કટાક્ષ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ચીનની આઝાદીમાં અમેરિકાની મુખ્ય ભૂમિકા રહી છે અને જિનપિંગને આ ભૂલવું ન જોઈએ. ટ્રમ્પ રશિયાના પ્રમુખ પુતિન અને નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનની મુલાકાતથી રોષે ભરાયા છે. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે, આ બંને અમેરિકા સામે કાવતરું ઘડી રહ્યા છે. 

'તમે લોકો અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર... ', પુતિન-કિમ જોંગને સાથે જોઈ અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ 2 - image

આ પણ વાંચોઃ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર પોસ્ટ શરે કરીને કહ્યું કે, 'મોટો પ્રશ્ન એ છે કે, શું ચીનના પ્રમુખ શી જિનપિંગ એ 'લોહી'નો ઉલ્લેખ કરશે જે અમેરિકાએ તેમના દેશની આઝાદી માટે વહાવ્યું હતું. ચીનની જીતમાં અનેક અમેરિકનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હું આશા કરું છું કે, તેમની બહાદુરી અને બલિદાનને યાદ રાખવામાં આવશે! અમેરિકા સામે કાવતરું ઘડવા માટે વ્લાદિમીર પુતિન અને કિમ જોંગને મારા તરફથી શુભકામના.'

'તમે લોકો અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર... ', પુતિન-કિમ જોંગને સાથે જોઈ અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ 3 - image

વિક્ટ્રી પરેડનું આયોજન

હકીકતમાં બુધવારે (3 સપ્ટેમ્બર) ચીને બેઇજિંગમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવાના છે. બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ પૂરા થવા પર આ પરેડનું આયોજન કરવામાં આવશે. દુનિયાના અનેક મોટા નેતા આ વિક્ટ્રી પરેડમાં સામેલ થવા ચીન પહોંચ્યા છે. પુતિન અને કિમ જોંગ ઉન પણ અહીં મળ્યા, પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન જશે કે નહીં તે વિશે કોઈ માહિતી નથી. ટ્રમ્પ રશિયાથી પહેલાથી જ નારાજ છે અને હવે કિમ જોંગ ઉન સાથે દેખાતા તે વધુ રોષે ભરાયા હોય તેવું જણાય છે.


આ પણ વાંચોઃ પાકિસ્તાનના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત, 35થી વધુ ઈજાગ્રસ્ત

ભારત, ચીન અને રશિયાને સાથે જોઈને અમેરિકા કેમ પરેશાન? 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત સહિત તમામ દેશો પર ટેરિફ લગાવ્યો છે. પરંતુ, ભારત સામે કંઇક વધારે જ કડક વલણ જોવા મળી રહ્યું છે. ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ એસસીઓ સમિટમાં ભાગ લેવા ચીન પહોંચ્યા હતા. આ દરમિયાન તે પુતિન અને જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. અમેરિકાએ ટેરિફ લગાવ્યા બાદ ત્રણેયની મીટિંગ ટ્રમ્પ માટે એક મેસેજ સમાન હતી.

Tags :