Get The App

અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે 1 - image


Donald Trump : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો લાગ્યો છે. અગાઉ કોર્ટે તેમના દ્વારા લાગુ કરાયેલા ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. ત્યારે હવે કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા નિર્ણય પર સ્ટે મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને વહીવટીતંત્ર અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન કરે છે.

કોર્ટે શું આપ્યો ચુકાદો 

અમેરિકન કોર્ટના જજે નિર્ણય સંભળાવતા કહ્યું કે ટ્રમ્પ સરકારે ગયા વર્ષના ઉનાળા દરમિયાન લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ સૈનિકો તહેનાત કરીને અમેરિકન કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. 2 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટનમાં ચુકાદો આપતા ન્યાયાધીશે કહ્યું કે ટ્રમ્પ સરકારની કાર્યવાહી પોસે કોમિટેટસ એક્ટનું ઉલ્લંઘન કરે છે, જે સ્થાનિક કાયદા અમલીકરણ માટે લશ્કરી દળોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. તેમણે નેશનલ ગાર્ડ સૈનિકોની તૈનાતી ગેરકાયદેસર ગણાવી, પરંતુ બ્રેયરે અપીલ માટે સમય આપતા 12 સપ્ટેમ્બર સુધી નિર્ણય પર સ્ટે મૂક્યો.

કોણે કર્યો હતો કેસ? 

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમ દ્વારા આ અંગે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જૂનમાં 4,000 નેશનલ ગાર્ડ સૈનિકો અને 700 યુએસ મરીનની તહેનાતી ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ સામેની અસહમતિને દબાવવાના પ્રયાસનો એક ભાગ હતો.

આ પણ વાંચો: પાકિસ્તાનના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત, 35થી વધુ ઈજાગ્રસ્ત

ટ્રમ્પ સરકારે કર્યો બચાવ

પોતાના બચાવમાં ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું કે આ મામલે પોસે કોમિટેટસ એક્ટ લાગુ પડતો નથી કારણ કે સૈનિકો સીધા ઇમિગ્રેશન કાયદાને લાગુ કરવા માટે તહેનાત નહોતા, પરંતુ ફેડરલ એજન્ટો અને સંપત્તિનું રક્ષણ કરી રહ્યા હતા. બંધારણ પ્રમુખને આવા કિસ્સાઓમાં સૈન્ય શક્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે 2 - image

Tags :