પાકિસ્તાનના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત, 35થી વધુ ઈજાગ્રસ્ત
Pakistan Blast News: પાકિસ્તાનમાં અવારનવાર બોમ્બ બ્લાસ્ટ અને હુમલાઓની ઘટનાઓ બનતી હોય છે. એવામાં હવે ક્વેટામાં બલૂચિસ્તાન નેશનલ પાર્ટી (BNP)ની રેલીને નિશાન બનાવીને પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 14 લોકોના મોતના અને 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ
મોટા નેતાને ટાર્ગેટ કરાયા હતા
આ ઘટના શાહવાની સ્ટેડિયમ નજીક સરદાર અતાઉલ્લાહ મેંગલની ચોથી પુણ્યતિથિના દિવસે આયોજિત કાર્યક્રમના સમાપન બાદ બની હતી. બલૂચિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી બખ્ત મોહમ્મદ કાકરે મોટી જાનહાનિ થયાની પણ માહિતી આપી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ હુમલો બીએનપી નેતા અખ્તર મેંગલ અને તેમના કાફલાને ટાર્ગેટ કરીને કરાયો હતો. પરંતુ તેમને કોઈ નુકસાન થયું નહોતું.
આ પણ વાંચોઃ સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો
સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો
આ ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ દરમિયાન, BNP પ્રવક્તા સાજિદ તરીને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં પાર્ટીના 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બોમ્બ વિસ્ફોટ અખ્તર મેંગલની કાર નીકળી ગયાના થોડા સમય પછી થયો હતો.