Get The App

ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મીટિંગ પૂર્ણ, સીઝફાયર તો ન થયું પણ સકારાત્મક બેઠકના સંકેત

Updated: Aug 16th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મીટિંગ પૂર્ણ, સીઝફાયર તો ન થયું પણ સકારાત્મક બેઠકના સંકેત 1 - image


Donald Trump and Putin Meeting News : ભારત સહિત વિશ્વભરના દેશોની  અલાસ્કાના એન્કોરેજમાં યોજાયેલી બેઠક પર નજર રહી. આ બેઠક અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાઈ હતી. આ બેઠકનો હેતુ સ્પષ્ટ હતો, રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે કામ કરવું.

બેઠક સકારાત્મક ગણાવાઈ પણ... 

બેઠક પછી પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા બંને નેતાઓએ બેઠકને  સકારાત્મક ગણાવી. જોકે, યુદ્ધવિરામ થઈ શક્યો ન હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કહે છે કે ઘણા મુદ્દાઓ પર સહમતિ થઈછે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર કોઈ નિર્ણય ન લઈ શકાયો. 

શાંતિનો માર્ગ મોકળો થવાની આશા 

બંને દેશોના નેતાઓ વચ્ચેની આ બેઠક શાંતિનો માર્ગ ખોલી શકે છે. જો આ મુદ્દા પર બીજી બેઠક યોજાશે તો યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જોકે, હજુ સુધી ઔપચારિક રીતે સ્પષ્ટ નથી કે આગામી બેઠક થશે કે નહીં. પરંતુ, પ્રેસ કોન્ફરન્સના અંતે, પુતિને ટ્રમ્પને કહ્યું કે આગામી બેઠક મોસ્કોમાં યોજાવી જોઈએ. જેના પર ટ્રમ્પે કહ્યું કે હવે ભવિષ્યમાં જોઈશું. 

પુતિને બેઠક પછી શું કહ્યું 

પ્રેસને સંબોધતા પુતિને કહ્યું કે જો 2022 માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખહોત, તો યુક્રેન સાથે યુદ્ધ ક્યારેય ન થયું હોત. છેલ્લા કેટલાક વર્ષોથી, અમેરિકા અને રશિયા વચ્ચે ખૂબ સારા સંપર્ક નહોતા. પરંતુ હવે ખૂબ સારા સીધા સંપર્ક સ્થાપિત થયા છે, જે અગાઉના 'ખૂબ જ મુશ્કેલ સમયગાળા' પછી જરૂરી હતા.

પુતિને ટ્રમ્પના કર્યા વખાણ... 

તેમણે કહ્યું કે યુક્રેન સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવાની ઇચ્છા અને નિષ્ઠાવાન રસ બદલ હું ટ્રમ્પનો આભાર માનું છું. આ યુદ્ધનો અંત લાવવા માટે, બધા મૂળ કારણોને દૂર કરવા અને રશિયાની ચિંતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. હું ટ્રમ્પ સાથે સહમત છું કે યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. મને આશા છે કે પરસ્પર સમજણ યુક્રેનમાં શાંતિ લાવશે.

ટ્રમ્પ અને પુતિનની અલાસ્કા બેઠકમાં શું-શું થયું

1. યુદ્ધવિરામ પર કોઈ કરાર નહીં: ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીત લગભગ ત્રણ કલાક સુધી ચાલી. જોકે, યુદ્ધવિરામ પર કોઈ કરાર થઈ શક્યો નહીં.

2. વાતચીત સકારાત્મક અને રચનાત્મક હતી: પુતિને બેઠકને રચનાત્મક અને પરસ્પર આદરપૂર્ણ ગણાવી. ટ્રમ્પે કહ્યું કે સારી પ્રગતિ થઈ છે. પરંતુ વધુ ચર્ચા પણ જરૂરી છે.

3. મોસ્કોમાં આગામી બેઠક માટે પ્રસ્તાવ: પુતિને આગામી બેઠક મોસ્કોમાં યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટ્રમ્પે વાતચીતને આગળ ચાલુ રાખવાનો પણ સંકેત આપ્યો.

4. યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનો મામલો ખુલ્લો છોડ્યો: ટ્રમ્પે યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનો મામલો ખુલ્લો છોડી દીધો છે. તેમણે કહ્યું, કદાચ અમેરિકા, યુરોપ અને અન્ય દેશો સાથે મળીને યુક્રેનને સુરક્ષા ગેરંટી આપી શકે છે.


Tags :