'ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાનું કામ સરળ ન હતું', વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પનું નિવેદન
US-India Trade Dispute: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાનું કામ સરળ ન હતું.' ટ્રમ્પ પ્રશાસને ભારત પર રશિયન ઓઈલ ખરીદવાને લઈને 50 ટકા ટેરિફ લગાવ્યો છે. જેમાં 25 ટકા સામાન્ય ટેક્સ અને 25 ટકા વધારાના દંડનો સમાવેશ થાય છે.
ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાનું કામ સરળ ન હતું: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં રાજદૂત પદ માટે સર્જિયો ગોરનું નામ આપવામાં આવ્યું છે. ગોરે જણાવ્યું કે, અમેરિકાએ આગામી અઠવાડિયામાં વોશિંગ્ટન આવવા માટે ભારતીય પ્રતિનિધિમંડળને બોલાવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 'અમે ભારતીય નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. રાષ્ટ્રપ્રમુખે ભારતના વાણિજ્ય અને વ્યાપાર મંત્રીઓને આગામી અઠવાડિયે મુલાકાત લેવા બોલાવ્યા છે. આ દરમિયાન રાજદૂત ગ્રીર સાથે પણ મળશે. આ બેઠકમાં ટેરિફ કરાર મામલે ચર્ચા થશે. હવે ફક્ત કરારની વિગતો પર ચર્ચા કરવાની છે.'
અમેરિકા ક્વાડ ગ્રુપને લઈને પ્રતિબદ્ધ
વધુમાં જણાવતા સર્જિયો ગોરે કહ્યું કે, 'અમેરિકા ક્વાડ ગ્રુપ (ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા) પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ગ્રુપ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને સંકેત આપ્યો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લઈ શકે છે.'
ક્વાડ ગ્રુપની બેઠક મામલે ગોરે કહ્યું કે, 'રાષ્ટ્રપ્રમુખ ક્વાડની બેઠક શરૂ રાખવા અને તેને વધુ મજબૂત કરવાને લઈને પૂરી રીતે તૈયાર છે. જેમાં આગામી ક્વાડ બેઠક મામલે તેમની યાત્રા પર પહેલાથી જ વાતચીત થઈ ગઈ છે.' તાજેતરમાં જ બંને નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયામાં સકારાત્મક સંદેશાનું આદાન-પ્રદાન થયું હતું, જેમાં બંને દેશ વચ્ચેના સંબંધોમાં સુધારો થવાના સંકેત મળે છે.