World

વોર કે નો વોર.... 20 મિનિટના ભાષણમાં ઈરાન અને હોર્મુઝ મુદ્દે દુનિયાને શું મેસેજ આપ્યો ટ્રમ્પે?

By GS TEAM
2 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક નિર્ણાયક વળાંક પર આવી ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 20 મિનિટનું સંબોધન આપતા અનેક મોટા દાવા કર્યા છે, જેનાથી વિશ્વભરમાં ચર્ચા જાગી છે કે આ જંગ હવે અંત તરફ છે કે વધુ ભયાનક બનશે? ટ્રમ્પે પોતાના ભાષણમાં સૈન્ય વિજયનો હુંકાર ભરતા જણાવ્યું કે છેલ્લા ચાર અઠવાડિયામાં અમેરિકન સેનાએ અત્યંત ઝડપી અને નિર્ણાયક જીત મેળવી છે. તેમણે દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ અને વાયુસેના હવે લગભગ ખતમ થઈ ચૂકી છે અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનું કમાન્ડ નેટવર્ક પણ તોડી પાડવામાં આવ્યું છે. ટ્રમ્પના મતે, ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાને એટલી હદે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે યુદ્ધના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં કોઈ દુશ્મને આટલી મોટી પાયમાલી વેઠી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વોર કે નો વોર.... 20 મિનિટના ભાષણમાં ઈરાન અને હોર્મુઝ મુદ્દે દુનિયાને શું મેસેજ આપ્યો ટ્રમ્પે?

US Military Victory Claims: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક નિર્ણાયક વળાંક પર આવી ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 20 મિનિટનું સંબોધન આપતા અનેક મોટા દાવા કર્યા છે, જેનાથી વિશ્વભરમાં ચર્ચા જાગી છે કે આ જંગ હવે અંત તરફ છે કે વધુ ભયાનક બનશે? ટ્રમ્પે પોતાના ભાષણમાં સૈન્ય વિજયનો હુંકાર ભરતા જણાવ્યું કે છેલ્લા ચાર અઠવાડિયામાં અમેરિકન સેનાએ અત્યંત ઝડપી અને નિર્ણાયક જીત મેળવી છે. તેમણે દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ અને વાયુસેના હવે લગભગ ખતમ થઈ ચૂકી છે અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનું કમાન્ડ નેટવર્ક પણ તોડી પાડવામાં આવ્યું છે. ટ્રમ્પના મતે, ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાને એટલી હદે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે યુદ્ધના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં કોઈ દુશ્મને આટલી મોટી પાયમાલી વેઠી નથી.

જીતના દાવા વચ્ચે જંગ ચાલુ રહેવાના સંકેત

જોકે, એક તરફ જીતનો દાવો છે તો બીજી તરફ આ જંગ હજુ અટકવાના કોઈ સંકેત નથી. અમેરિકન પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે આગામી 2થી 3 અઠવાડિયામાં ઈરાનને વધુ કડક જવાબ આપવામાં આવશે. તેમણે ઈરાનના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની ચેતવણી પણ આપી છે. ટ્રમ્પે કહ્યું કે ભલે પડદા પાછળ વાતચીત ચાલુ હોય, પરંતુ અમેરિકા પોતાનું કામ પૂરું કરીને જ જંપશે. તેમણે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટ અંગે પણ મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકાને હવે તેની જરૂર નથી અને જે દેશો આ જંગમાં સાથ નથી આપી રહ્યા તેમને તેમણે 'ગદ્દાર' ગણાવ્યા છે.

આ પણ વાંચો: ઇન્ડોનેશિયામાં 7.4 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીની ચેતવણી, 3 દેશોના દરિયાકાંઠે મોટું જોખમ

ઈરાન પર દબાણ અને સીઝફાયરનો દાવો

ટ્રમ્પના દાવા મુજબ, ઈરાન હાલ ભારે દબાણમાં છે અને તેણે યુદ્ધવિરામ માટે વિનંતી કરી છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ આ દાવાઓથી વિપરીત ચિત્ર રજૂ કરે છે. અમેરિકન પ્રમુખે મક્કમતાથી જણાવ્યું કે તેમનું લક્ષ્ય ઈરાનને પરમાણુ હથિયારોથી દૂર રાખવાનું છે અને આ અભિયાન હવે તેના અંતિમ પડાવ પર છે. જોકે, તેમણે એમ કહીને અનિશ્ચિતતા પણ ઊભી કરી કે જંગ ઘણીવાર લાંબી ખેંચાતી હોય છે. આમ, વિજયનો ઉત્સાહ અને ભવિષ્યના જોખમો વચ્ચે ટ્રમ્પના નિવેદનોએ 'શાંતિ કે સંઘર્ષ'ના પ્રશ્નને વધુ ગૂંચવી દીધો છે.