‘પુતિને મારો ભરોસો તોડ્યો, તે સમાધાન કરવા તૈયાર નથી’, ટ્રમ્પનું રશિયા-યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન
Donald Trump Slams Vladimir Putin : બ્રિટનના પ્રવાસે ગયેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટામર (UK PM Keir Starmer) સાથેની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પુતિને મારો ભરોસો તોડ્યો છે અને તેઓ યુક્રેન સાથે સમાધાન કરવા માટે તૈયાર થતા નથી.
પુતિને ટ્રમ્પનો ભરોસો તોડ્યો
તેમણે યુક્રેનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં પુતિને ‘નિરાશ’ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ટ્રમ્પ-પુતિન વચ્ચેના સંબંધોને જોતા તેમને એવી આશા હતી કે, યુક્રેન યુદ્ધનું સરળતાથી સમાધાન થઈ જશે, જોકે પુતિને તેમનો ભરોસો તોડ્યો છે.
રશિયાએ પોલેન્ડમાં ડ્રોન મોકલતા ટ્રમ્પ ભડક્યા
રશિયાએ તાજેતરમાં જ પોલેન્ડના નાટો હવાઈ વિસ્તારમાં ડ્રોન મોકલ્યા હતા, ત્યારે આ ઘટના બાદ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, રશિયાની આ કરતૂત પરથી લાગી રહ્યું છે કે, મોસ્કો શાંતિની દિશામાં આગળ વધવા તૈયાર નથી.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો', UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર
અમેરિકાએ સાત યુદ્ધ અટકાવ્યું, ટ્રમ્પનો ફરી દાવો
બ્રિટને જીડીપીનો પાંચ ટકા ખર્ચ સંરક્ષણ પર ખર્ચવાનો સંકલ્પ લીધો છે, જે બદલ અમેરિકન રાષ્ટ્રપ્રમુખે તેમનો આભાર માન્યો છે. આ ખર્ચ નાટો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ સાથે ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે, મારા કાર્યકાળમાં અમેરિકાએ સાત યુદ્ધોનું સમાધાન કર્યું છે.
ટ્રમ્પે યુક્રેન અને ગાઝા અંગે શું કહ્યું?
ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ‘અમે યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલી સમસ્યાને ઉકેલવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. બંનેમાં પરિસ્થિતિ જટિલ છે પણ તે ઉકેલાઈ જશે.
આ પણ વાંચો : ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન