Get The App

ટ્રમ્પે ખુદ ઈરાન પર હુમલા વખતે સિચ્યુએશન રૂમમાં સંભાળી હતી કમાન, સામે આવી તસવીરો

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે ખુદ ઈરાન પર હુમલા વખતે સિચ્યુએશન રૂમમાં સંભાળી હતી કમાન, સામે આવી તસવીરો 1 - image
Image: : X @WhiteHouse

Israel-Iran War: ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાએ સીધી રીતે સામેલ ન થઈને તેહરાનના ત્રણ મુખ્ય ન્યૂક્લિયર સાઇટ પર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકન વાયુસેનાના B2 બોમ્બર્સે ફોર્દો, નતાંજ અને ઇસ્ફહાન ત્રણ પરમાણુ ઠેકાણાને નિશાનો બનાવીને હુમલો કર્યો હતો. આ દરમિયાન વ્હાઇટ હાઉસના સિચુએશન રૂમની અમુક તસવીરો સામે આવી છે, જ્યાં બેસીને ટ્રમ્પ અને તેમની ટીમ એકસાથે બેસીને આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. 

ટ્રમ્પે ખુદ ઈરાન પર હુમલા વખતે સિચ્યુએશન રૂમમાં સંભાળી હતી કમાન, સામે આવી તસવીરો 2 - image

વ્હાઇટ હાઉસની તરફથી જાહેર કરવામાં આવેલી આ તસવીરોમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમને આ આખાય આપરેશન પર નજર રાખતા જોઈ શકાય છે. આ તસવીર સિચુએશન રૂમની છે. 

ટ્રમ્પે ખુદ ઈરાન પર હુમલા વખતે સિચ્યુએશન રૂમમાં સંભાળી હતી કમાન, સામે આવી તસવીરો 3 - image

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ 4000 કરોડનો આંકડો વટાવે તેવી શક્યતા

આ તસવીરોમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે ઉપપ્રમુખ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રૂબિયો, રક્ષા મંત્રી પીટ હેગસેથ અને નેશનલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓ આ આખાય ઓપરેશન પર નજર રાખી શકે છે.

ટ્રમ્પે ખુદ ઈરાન પર હુમલા વખતે સિચ્યુએશન રૂમમાં સંભાળી હતી કમાન, સામે આવી તસવીરો 4 - image

આ સિવાય સિચુએશન રૂમમાં નેશનલ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ, જોઇન્ટ ચીફ ચેરમેન ડેન કેન, સીઆઈએ ડિરેક્ટર જૉન રેડક્લિક, ચીફ ઑફ સ્ટાફ સૂજી વાઇલ્સ, ડેપ્યુટી તીફ ઑફ સ્ટાફ ડેન સ્કેવિનો, ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ જેમ્સ બ્લેયર, પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટ, એનએસસી એન્ડી બેકર અને વ્હાઇટ હાઉસના જનરલ કૉન્સુલર ડેવિડ વૉરિંગટન પણ હાજર હતા. વળ, ઈરાને પુષ્ટિ કરી કે, તેમના ત્રણ પરમાણુ ઠેકાણા પર દુશ્મને હુમલો કર્યો છે. 

ટ્રમ્પે ખુદ ઈરાન પર હુમલા વખતે સિચ્યુએશન રૂમમાં સંભાળી હતી કમાન, સામે આવી તસવીરો 5 - image

ઈરાનની પરમાણુ એજન્સી AEOI એ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, 'IAEAના નાક નીચે આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે, જે નિંદનીય છે. અમે અમેરિકાને સહન નહીં કરીએ.' ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન કર્યું કે, તે આ હુમલાઓની નિંદા કરે છે.

ટ્રમ્પે ખુદ ઈરાન પર હુમલા વખતે સિચ્યુએશન રૂમમાં સંભાળી હતી કમાન, સામે આવી તસવીરો 6 - image

આ પણ વાંચોઃ 'ઈરાન હવે શાંત નહીં થાય તો....', અમેરિકાએ હુમલો કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી

જણાવી દઈએ કે, આ હુમલા બાદ ટ્રમ્પે કહ્યું કે, અમે ફોર્દો, નતાંજ અને ઇસ્ફાહન ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર સફળ હુમલા કર્યા. હવે તમામ વિમાન ઈરાનના એરસ્પેસથી બહાર છે. બોમ્બનો આખો પેલોડ ફોર્ડ પર ફેંકી દેવામાં આવ્યો હતો. તમામ વિમાન સુરક્ષિત રૂપે પોતાના ઘર તરફ જઈ રહ્યા. આપણા મહાન અમેરિકન યોદ્ધાઓને શુભકામના પાઠવી. દુનિયામાં કોઈ અન્ય સેના નથી જે આવું કરી શકે છે. હવે શાંતિનો સમય છે. 

ટ્રમ્પે ખુદ ઈરાન પર હુમલા વખતે સિચ્યુએશન રૂમમાં સંભાળી હતી કમાન, સામે આવી તસવીરો 7 - image

ટ્રમ્પે બાદમાં બીજી એક પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં કહ્યું હતું કે, અમેરિકા સામે ઈરાન દ્વારા કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે. જણાવી દઈએ કે આજે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 10મો દિવસ છે. ઈઝરાયલે 13 જૂને ઈરાન વિરુદ્ધ ઓપરેશન રાઈઝિંગ લાયન શરૂ કર્યું હતું અને તેના પરમાણુ અને લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા હતા. તેના જવાબમાં, ઈરાને બીજા દિવસે ટ્રુ ઓપરેશન 3 શરૂ કર્યું હતું અને ઈઝરાયલના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.

Tags :