World

'ઈરાન હવે શાંત નહીં થાય તો....', અમેરિકાએ હુમલો કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
હવે અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ખુલ્લેઆમ જોડાઈ ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે અને હુમલો કર્યા બાદ તમામ વિમાનો સુરક્ષિત પાછા ફરી ગયા છે. આ હુમલા બાદ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઈરાન હવે શાંત નહીં થાય તો....', અમેરિકાએ હુમલો કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી

Israel vs Iran War Updates : હવે અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ખુલ્લેઆમ જોડાઈ ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે અને હુમલો કર્યા બાદ તમામ વિમાનો સુરક્ષિત પાછા ફરી ગયા છે. આ હુમલા બાદ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કર્યો હતો. 

ટ્રમ્પે સંબોધનમાં આપી ધમકી 

ઈરાન પર હવાઈ હુમલા બાદ રાષ્ટ્રને સંબોધતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ સંવર્ધન ક્ષમતાનો નાશ કરવાનો અને તેના પરમાણુ ખતરાને કાયમ માટે નાબૂદ કરવાનો છે. છેલ્લા 40 વર્ષથી ઈરાન અમેરિકા વિરુદ્ધ કામ કરી રહ્યું છે અને ઘણા અમેરિકનો આ નફરતનો ભોગ બન્યા છે, તેથી મેં નક્કી કર્યું છે કે આ બધું હવે બંધ કરી દઈશ. 

ઈરાનને અપીલ સાથે ચેતવણી 

ટ્રમ્પે ઈરાનને શાંતિ સ્થાપિત કરવા અપીલ કરી અને ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ અને ઇઝરાયલી સેનાને અભિનંદન આપ્યા. તેમણે ચેતવણી આપી કે જો ઈરાન હજુ પણ શાંતિ નહીં અપનાવે, તો ભવિષ્યમાં હુમલાઓ વધુ ભયાનક હશે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું, 'કાં તો ઈરાનમાં શાંતિ રહેશે અથવા વિનાશ'. તેમણે એમ પણ કહ્યું કે આજે રાત્રે પસંદ કરાયેલા લક્ષ્યો સૌથી મુશ્કેલ હતા. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ઈરાને એવું ન વિચારવું જોઈએ કે અમેરિકાને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે. અમારા માટે અન્ય ટારગેટ પર હુમલો કરવાનું વધુ સરળ રહેશે.