ઈઝરાયલ સાથે પણ દગો કર્યો ટ્રમ્પે! જાણો કેટલો ટેરિફ ઝીંક્યો, જુઓ કયા કયા દેશોની રેન્જમાં સામેલ
Donald Trump Imposes Heavy Tariff: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે હેઠળ કુલ 92 વેપારી ભાગીદાર દેશો પર ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ દેશો પર 10 થી 41 ટકા સુધી ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ હરોળમાં ટ્રમ્પે પોતાના મિત્ર નેતન્યાહૂને પણ બાકી નથી રાખ્યા. અમેરિકાએ નવી વેપાર નીતિ હેઠળ ઈઝરાયલ પર 15% ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે.
ઈઝરાયલ પર 15% ટેરિફ
વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ નવી વેપાર નીતિ હેઠળ ઈઝરાયલથી આવતા સામાન પર 15 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં એપ્રિલમાં લગાવવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઈઝરાયલ પર બે ટકા વધુ એટલે કે, 17 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. નવા આદેશમાં સીરિયા પર 41% સુધી ટેરિફ લગવવામાં આવ્યો છે. જોકે, આફ્રિકા પર 30% ટેરિફ લગાવવામાં આવ્યો છે. આ સિવાય, કેનેડાથી આવતા સામાન પર પણ 25 થી 35 ટકા ટેરિફ લગાવાયો છે.
પાકિસ્તાન પર 19% ટેરિફ
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ધરતી પર હાજર દરેક દેશમાંથી અમેરિકામાં આયાત કરવામાં આવતી વસ્તુઓ પર ઓછામાં ઓછો 10% ટેરિફ તો લગાવવામાં આવશે. મળતી માહિતી મુજબ, અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં કુલ 92 દેશનો સમાવેશ થાય છે, જેના પર ઉચ્ચ ટેરિફ દર થોપવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલાં આફ્રિકન દેશ લેસોથ પર 50% ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. પરંતુ, હાલ આ દેશ પર ફક્ત 15% ટેરિફ જ લગાવવામાં આવ્યું છે. આ સિવાય તાઇવાન પર 20%, પાકિસ્તાન પર 19% ટેરિફ લગાવવામાં આવ્યો છે.
15 ટકા ટેરિફમાં કયા દેશોનો સમાવેશ?
ઈઝરાયલ સિવાય પણ એવા દેશ છે, જેના પર 15 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. જેમાં આઇસલેન્ડ, ફિજી, ઘાના, ગુયાના, ઇક્વાડોર, વેનેજુએલા, દક્ષિણ કોરિયા, તુર્કીયે, અંગોલા, બોત્સવાના, કેનરૂન, ચાડ, કાંગો, જાપાન, જૉર્ડન, મેડાગાસ્કર, મલાવી, મૉરીશસ, વનાતુ, જિમ્બાવ્વે અને જામ્બિયા વગેરેનો સમાવેશ થાય છે.