પાકિસ્તાની કોર્ટે 200 લોકોને ફટકારી 10-10 વર્ષની સજા, પૂર્વ PM ઈમરાન ખાનના સમર્થકો પર ગાજ
Pakistan: પાકિસ્તાનની એક કોર્ટે બુધવારે પંજાબમાં 9 મે, 2023ના દિવસે ISI ભવન અને અન્ય સૈન્ય પ્રતિષ્ઠાનો પર થયેલા હુમલાને લઈને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના અમુક સાંસદો સહિત 166 સભ્યોને 10 વર્ષની સજા સંભળાવી છે. નોંધનીય છે કે, ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીફ-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના નેતાઓને સજા સંભાળવવાની ખબર એવા સમયે સામે આવી છે, જ્યારે પાંચ ઓગસ્ટથી દેશભરમાં 'ફ્રી ઈમરાન ખાન મૂવમેન્ટ' શરૂ થવાની હતી.
ઈમરાન ખાનની પાર્ટીના આરોપો
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે ફૈસલાબાદ આતંકવાદ વિરોધી કોર્ટ (એટીસી)ના નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે. આ સિવાય આ ચુકાદાને પાર્ટીના શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શનને રોકવાનું કાવતરૂ કહેવામાં આવ્યું.
નોંધનીય છે કે, ISI ભવન પર હુમલાના કેસમાં કોર્ટે 185 આરોપીઓમાંથી 108ને ગુનેગાર ઠેરવવામાં આવ્યા અને બાકીના 77 ને મુક્ત કરી દેવાયા.
વિપક્ષ નેતાઓને પણ મળી 10 વર્ષની સજા
ફૈસલાબાદમાં એક પોલીસ સ્ટેશન પર હુમલા સંબંધિત કેસમાં 58 આરોપીઓને 10-10 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે નેશનલ એસેમ્લીમાં વિપક્ષના નેતા ઉમર અયૂબ, સેનેટમાં વિપક્ષ નેતા શિબલી ફરાજ તેમજ પીટીઆઈના પ્રમુખ નેતા જરતાજ ગુલ અને સાહિબજાદા હામિદ રજાને 10-10 વર્ષની સજા સંભળાવી છે.
14 સાંસદોને ગુનેગાર ઠેરવ્યા
ગુનેગારોમાં નેશનલ એસેમ્બલીના છ સભ્ય, પંજાબ વિધાનસભાના એક સભ્ય અને એક સાંસદ સામેલ છે. નવ મહિનાની ઘટનાના કેસમાં હવે ઈમરાન ખાનની પાર્ટીના 14 સાંસદોને ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે અને પદ પરથી અયોગ્ય જાહેર કરાયા છે. પાર્ટીના વચગાળાના ચેરમેન ગૌહર અલીએ કહ્યું કે, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ આ નિર્ણયને લાહોર હાઇકોર્ટમાં પડકારશે.