ટ્રમ્પની શાંતિના નોબેલની આશા પર પાણી ફરી વળશે! ખુદ અમેરિકન પ્રમુખને નથી વિશ્વાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Nobel: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર જીતવાના પ્રયાસમાં જોડાયેલા છે. જોકે, જાણકારોનું કહેવું છે કે, આ વર્ષે ટ્રમ્પની ઈચ્છા પૂરી થતી દેખાતી નથી. ખુદ ટ્રમ્પે પણ કહ્યું કે, નોબેલ કમિટી તેમની બદલે કોઈ અન્યને પુરસ્કાર આપવા માટે શોધી રહી છે. અમેરિકન પ્રમુખનો દાવો છે કે, તેમણે ભારત અને પાકિસ્તાન સહિત 7 યુદ્ધ રોકાવ્યા છે.
આ પણ વાંચોઃ ભારતીય કંપનીઓએ મોટી રાહત, જેનેરિક દવાઓ પર ટેરિફ નહીં લગાવે ટ્રમ્પ, જાણો યુ-ટર્નનું કારણ
એક ન્યૂઝ મીડિયા સાથે વાતચીત દરમિયાન સ્વીડનના પ્રોફેસર પીટર વાલેનસ્ટીનને કહ્યું કે, 'નહીં, ટ્રમ્પ આ વર્ષે નહીં જીતે. પરંતુ કદાચ આવતા વર્ષે? ત્યાં સુધી ગાઝા સંકટ સહિત તેમની અનેક પહેલ પરની સ્થિતિ સ્પષ્ટ થઈ ચુકી હશે.'
કોણ જીતી શકે છે આ પુરસ્કાર?
મળતી માહિતી મુજબ, આ વર્ષે 338 લોકો અને સંગઠન નોમિનેશન પ્રક્રિયામાં છે. પરંતુ, આ યાદી ગુપ્ત રાખવામાં આવે છે. નોમિનેટ કરવામાં સાંસદ, સરકારી અધિકારી, પૂર્વ વિજેતા અને કમિટીના સભ્ય સામેલ હોય છે. વર્ષ 2024માં આ પુરસ્કાર જાપાનના એટમ બોમ્બ પીડિતો સાથે જોડાયેલા નિહોન હિદાન્યાકોને એનાયત કરવામાં આવ્યો હતો.
નોબેલ અંગે ટ્રમ્પનો કટાક્ષ
નોબેલ શાંતિ પુરસ્કાર ઇચ્છતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્યંગ કરતાં પણ ચૂક્યા નહોતા. તેમણે તાજેતરમાં જ ટ્રુથ પર પોસ્ટમાં કટાક્ષ કરતાં કહ્યું કે કદાચ નોબેલ સમિતિ મને પુરસ્કાર નહીં આપવાનો કોઈ માર્ગ શોધી લેશે.

જોકે, હજુ સ્પષ્ટ નથી કે, 2025ની રેસમાં કોણ-કોણ છે? માનવામાં આવી રહ્યું છે કે, સુડાનના ઈમરજન્સી રિસ્પૉન્સ રૂમ, રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નવેલનીની વિધવા યૂલિયા નવલયાના અને ચૂંટણી ગતિવિધિ પર નજર રાખનાર ઓફિર ફોર ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન એન્ડ હ્યુમન રાઇટ્સનું નામ આ હોડમાં સામેલ હોય શકે છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, UNRWAના નામ પર મહોર લાગી શકે છે.
ક્યારે કરાશે જાહેરાત?
સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે કે, આ વિશે નોબેલ કમિટી પોતાની ચૂંટણીથી તમામને ચોંકાવી શકે છે. ભારતીય સમયાનુસાર, શુક્રવારે બપોરે આશરે 2:30 મિનિટ પર પુરસ્કારની જાહેરાત કરવામાં આવી શકે છે.
ટ્રમ્પે શું કહ્યું?
નોબેલ સાથે જોડાયેલા પ્રશ્ન પર પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે, 'મને કોઈ આઇડિયા નથી...! માર્કો તમને જણાવશે કે, અમે 7 યુદ્ધ સમાપ્ત કર્યા છે. અમે 8મું યુદ્ધ સમાપ્ત કરવાના નજીક છીએ. મને લાગે છે કે, અમે રશિયાની સ્થિતિને ખતમ કરી લઇશું...! મને નથી લાગતું કે ઈતિહાસમાં કોઈએ પણ આટલા યુદ્ધ સમાપ્ત કર્યા હશે. પરંતુ, તે કદાચ પુરસ્કાર મને નહીં આપવાનું કોઈ કારણ શોધી લેશે.'









