World

'હમાસ પાસે 2 દિવસનો સમય, ગાઝા પ્લાન નહીં માને તો અમે તબાહી મચાવીશું', ટ્રમ્પે આપી ડેડલાઈન

By GS TEAM
3 Oct 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ પ્રસ્તાવ માનવા માટે હમાસને ડેડલાઈન આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે, હમાસની પાસે શાંતિ પ્રસ્તાવ માનવા માટે રવિવાર (5 ઓક્ટોબર, 2025)ની સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. તેમણે કહ્યું કે, જો હમાસ નહીં માને તો એવી કાર્યવાહી થશે, જેને દુનિયાએ ક્યારેય નહીં જોયું હોય.

Summarized by AI; it may make mistakes. Check important info

'હમાસ પાસે 2 દિવસનો સમય, ગાઝા પ્લાન નહીં માને તો અમે તબાહી મચાવીશું', ટ્રમ્પે આપી ડેડલાઈન

Trump Gaza Peace Plan: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ પ્રસ્તાવ માનવા માટે હમાસને ડેડલાઈન આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે, હમાસની પાસે શાંતિ પ્રસ્તાવ માનવા માટે રવિવાર (5 ઓક્ટોબર, 2025)ની સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. તેમણે કહ્યું કે, જો હમાસ નહીં માને તો એવી કાર્યવાહી થશે, જેને દુનિયાએ ક્યારેય નહીં જોયું હોય.

'હમાસને શોધી શોધીને ઠાર મરાશે'

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરી કહ્યું કે, 'મિડલ ઈસ્ટમાં હમાસ અનેક વર્ષોથી ખતરો રહ્યો છે. તેને 7 ઓક્ટોબરે ઇઝરાયલમાં નરસંહાર કરતા બાળકો, મહિલાઓ સહિત અનેક લોકોને મારી નાખ્યા. તેનો બદલો લેતા 25000 હમાસ સૈનિકો પહેલા જ ઠાર મરાયા છે. તેઓ બસ મારા ઓર્ડરની રાહ જુએ છે. અમે જાણીએ છીએ કે તમે (હમાસ) કોણ છો અને ક્યાં છે તમને શોધી શોથીને મારી દેવાશે.'


ગાઝા ચાલ્યા જાય પેલેસ્ટાઈનના લોકો: ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખે પેલેસ્ટાઈનના લોકોને ગાઝાના સુરક્ષિત સ્થળો પર ચાલ્યા જવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, 'હું તમામ નિર્દોશ પેલેસ્ટાઈનવાસીઓને અપીલ કરું છું કે તેઓ ભવિષ્યમાં સંભાવિત રીતે ઘાતક આ વિસ્તારને છોડીને ગાઝાના સુરક્ષિત વિસ્તારોમાં ચાલ્યા જાય. ત્યાં તેમની સારી રીતે સારસંભાળ રખાશે. હમાસને એક અંતિમ મોકો આપવામાં આવે છે.'

આ પણ વાંચો: પાકિસ્તાને ટ્રમ્પના ગાઝા પ્લાન પર પલ્ટી મારી ! પાક. વિદેશ મંત્રીએ કહ્યું, ‘તેમનો-અમારો પ્રસ્તાવ મેળ નથી ખાતો’

હમાસના લડવૈયાઓ પાસે છેલ્લી તક

ટ્રમ્પે કહ્યું, 'મધ્ય પૂર્વ અને આસપાસના વિસ્તારોના દેશોએ આ પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંમતિ દર્શાવી છે, જેના પર ઇઝરાયલે પણ હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હમાસના બાકીના બધા લડવૈયાઓના જીવ બચાવશે. આખી દુનિયા આ પ્રસ્તાવ વિશે જાણે છે, અને તે બધા માટે સારું છે. મધ્ય પૂર્વમાં એક અથવા બીજી રીતે શાંતિ સ્થાપિત થશે. હિંસા અને લોકોનું સામૂહિક સ્થળાંતર બંધ થશે.'

ટ્રમ્પે હમાસને શાંતિ કરાર સ્વીકારવા માટેની ડેડલાઈન

અમેરિકન રાષ્ટ્રપ્રમુખે ચેતવણી આપી હતી કે, 'મૃતકોના મૃતદેહો સહિત તમામ બંધકોને હવે મુક્ત કરવા જોઈએ. રવિવાર (5 ઓક્ટોબર, 2025) સાંજે 6 વાગ્યા સુધીમાં હમાસ સાથે શાંતિ કરાર થવો જોઈએ. બધા દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. જો આ કરાર નહીં થાય, તો અમે હમાસ પર એવો કહેર વરસાવીશું કે જે દુનિયાએ ક્યારેય જોયો નહીં હોય. મધ્ય પૂર્વમાં એક યા બીજી રીતે શાંતિ સ્થાપિત થશે.'

આ પણ વાંચો: નેપાળ બાદ વધુ એક દેશમાં Gen-Zનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે હિંસક અથડામણમાં ત્રણ પ્રદર્શનકારીઓના મોત