ડૉનાલ્ડ ટ્રમ્પ નિષ્ફળ ગયા હવે ભારતે 'બેટન' લઈ લીધો : ચાર વર્ષથી ચાલતું યુક્રેન યુદ્ધ બંધ થશે ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારતનાં સીઝફાયર સૂચન અંગે બંને સકારાત્મક છે
- ગત સપ્તાહે વ્લાદીમીર પુતિને કહ્યું હતું કે : 'પી.એમ. મોદી પાસે યુક્રેન યુદ્ધ બંઘ કરવા કેટલાંક સારાં સૂચનો છે'
નવી દિલ્હી : અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે 'ઘણી કોશિષ કરી છતાં પણ રશિયા- યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાઈ નથી. હવે આ 'રીલે-રેસ'માં બેટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઈ લીધો છે. આ સાથે યુદ્ધ બંધ થવાની સંભાવના જાગી છે.
ભારતે ઘડેલા પ્રસ્તાવો પૈકી સૌથી પહેલો પ્રસ્તાવ તો યુદ્ધ વિરામનો છે. જે અંગે રશિયા અને યુક્રેન બંનેએ સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
રશિયાના પ્રમુખના કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે બુધવારે જણાવ્યું હતું કે, યુક્રેન મામલો ઉકેલવા માટે અમે ભારતના યોગદાનનું સ્વાગત કરીએ છીએ. આ પૂર્વે યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સીબીહાએ પણ તાજેતરમાં યુદ્ધ વિરામ અંગે મળેલા ચાર પ્રસ્તાવો પૈકી ભારતના પ્રસ્તાવને સ્વીકાર્ય માન્ય હતો, અને તે પ્રસ્તાવ સૌથી વધુ વ્યાપક છે તેમ પણ જણાવ્યું હતું.
રશિયાના પ્રવક્તા પેસ્કોવે કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધમાં સ્થિતિ સુધારવા માટે ભારતે તેનું પ્રદાન કરવા તત્પરતા દર્શાવી છે. આથી રશિયા ભારતીય મિત્રોનું આભારી છે.
રશિયા- યુક્રેન યુદ્ધ ૪ વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહ્યું છે. અમેરિકા તે યુદ્ધમાં સુલેહ કરવાની કોશિષ કરતા થાકી ગયું ેને કોઈ સફળતા ન મળી હવે ભારત તે સિદ્ધ કરી શકે તેમ છે.
આ પૂર્વે યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રીે સિબિહા શુક્રવારે કિવમાં પત્રકારોને કહ્યું, 'અમારી પાસે ૪ રસપ્રદ પ્રસ્તાવ છે તેમાં સૌથી વધુ વ્યાપક પ્રસ્તાવ ભારતનો છે. અમે ઊર્જા ક્ષેત્ર અને બ્લેક-સી અંગે યુદ્ધ વિરામ માટે સહમત છીએ. પરંતુ તે ત્યારે જ અમલી બને કે જ્યારે બંને એક સાથે લાગુ પાડવામાં આવે.
તુર્કી, ઇજીપ્ત અને અમેરિકા તરફથી પણ પ્રસ્તાવો આવ્યા હતા પરંતુ બંને પક્ષો ભારતના પ્રસ્તાવ પ્રત્યે સકારાત્મક રહ્યા છે. એ પ્રસ્તાવમાં સૌથી મહત્ત્વના આ ત્રણ મુદ્દાઓ છે.
(૧) ઊર્જા તેમજ પાયાના માળખા ઉપર હુમલા બંધ કરવા. બેમાંથી કોઈએ એકબીજાના એનર્જી પ્લાંટને નિશાન ન બનાવવા.
(૨) બ્લેક-સીમાંથી વ્યાપાર ચાલુ રહેવા દેવો તેના બંદરો ઉપરથી અનાજ અને તેલની આવનજાવન નિશ્ચિત અને સલામત રહે.
(૩) કોમર્શિયલ શિપિંગ ચાલુ રહે તે માટે કોમર્શિયલ શિપ કોઈ પણ દેશના હોય તેની ઉપર કોઈ પ્રકારે હુમલા નહીં કરવા ગોળીબારો નહીં કરવા.




