Get The App

પાકિસ્તાની હવાઈ હુમલામાં જીવ ગુમાવનારા 3 અફઘાની ક્રિકેટર્સ કોણ હતા? દેશમાં શોકનો માહોલ

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
Afghanistan Cricketers Killed
(Image - IANS)

Afghanistan Cricketers Killed: પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં કરાયેલી એરસ્ટ્રાઇકમાં ત્રણ અફઘાન ક્રિકેટરો સહિત કુલ આઠ લોકોનાં મોત થયાં છે. આ ક્રિકેટરો એક ફ્રેન્ડલી મેચમાં ભાગ લીધા બાદ સ્થાનિક સભામાં હાજર હતા ત્યારે આ હુમલો થયો.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ એક પોસ્ટ દ્વારા મૃતક ક્રિકેટરોની ઓળખ જાહેર કરી છે, જે મુજબ તેઓ કબીર, સિબગાતુલ્લાહ અને હારુન હતા. આ ક્રિકેટરો પક્તિકાની રાજધાની શરાનામાં ફ્રેન્ડલી મેચ રમ્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા અને ઉરગુન જિલ્લામાં એક સભા દરમિયાન તેમના પર હુમલો થયો.

હુમલામાં જીવ ગુમાવનારા 3 અફઘાની ક્રિકેટર્સ કોણ હતા? 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કબીર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના ઉરગુન જિલ્લાનો એક યુવા ક્રિકેટર હતો. જોકે તેના જીવન કે કરિયર વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી, પણ તેને અફઘાનિસ્તાનની ડોમેસ્ટિક ક્રિકેટમાં એક પ્રતિભાશાળી ખેલાડી ગણવામાં આવતો હતો.

સિબગાતુલ્લાહ વિશે ઓછી માહિતી છે. જોકે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની પોસ્ટ દર્શાવે છે કે આ યુવાન ખેલાડી અફઘાનિસ્તાન ક્રિકેટનું ઉજ્જવળ ભવિષ્ય હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 15 માર્ચ, 2006ના રોજ જન્મેલો હારુન ખાન કાબુલનો યુવા જમણેરી બેટર હતો. તેણે પોતાની રમતથી ડોમેસ્ટિક અને એજ-ગ્રુપ ક્રિકેટ ટૂર્નામેન્ટ્સમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હારુને લિસ્ટ A, T20 અને ફર્સ્ટ-ક્લાસની મેચો પણ રમી હતી અને તેને અફઘાનિસ્તાન ક્રિકેટના આવનારા સમયનો એક તેજસ્વી સિતારો માનવામાં આવતો હતો.

પાક-અફઘાન-શ્રીલંકા T20I સિરીઝમાંથી ACBનો પીછેહઠનો નિર્ણય

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ પક્તિકામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ પીડિત પરિવારો સાથે એકતા દર્શાવે છે તેમજ દિવંગત આત્માઓ માટે પ્રાર્થના કરી છે. આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને, ACBએ નવેમ્બરના અંતમાં યોજાનારી ટ્રાઇએન્ગ્યુલર T20I સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાની હતી. આ ઉપરાંત, અફઘાન ક્રિકેટર રાશિદ ખાન, ગુલબદીન નાયબ, મોહમ્મદ નબી અને ફઝલહક ફારૂકીએ પણ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: BRICS કરન્સી વિના જ ભારત-ચીન-રશિયાએ ટ્રમ્પના ડૉલરના ડોમિનન્સને પડકારી દીધો?

ACB એ શોક વ્યક્ત કર્યો, સિરીઝમાંથી નામ પાછું ખેંચ્યું

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ પક્તિકામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી. બોર્ડે કહ્યું કે તે પીડિત પરિવારો સાથે એકતા દર્શાવે છે અને દિવંગત આત્માઓ માટે પ્રાર્થના કરી છે. આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને, ACB એ નવેમ્બરના અંતમાં યોજાનારી ટ્રાઇએન્ગ્યુલર T20I સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાની હતી. વળી, અફઘાન ક્રિકેટર રાશિદ ખાન, ગુલબદીન નાયબ, મોહમ્મદ નબી, ફઝલહક ફારૂકીએ પણ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે.

પાકિસ્તાની હવાઈ હુમલામાં જીવ ગુમાવનારા 3 અફઘાની ક્રિકેટર્સ કોણ હતા? દેશમાં શોકનો માહોલ 2 - image

Tags :