Get The App

‘શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન જેવા નેતાઓ...’ પરમાણુ હથિયાર ટ્રમ્પનું અંગે મોટું નિવેદન

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
‘શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન જેવા નેતાઓ...’ પરમાણુ હથિયાર ટ્રમ્પનું અંગે મોટું નિવેદન 1 - image


US President Donald Trump On Nuclear Testing : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યું છે કે, તેમની પાસે એટલા બધા પરમાણુ હથિયાર છે, જેનાથી તેઓ વિશ્વનો નાશ કરી શકે છે. તેમણે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે, ‘વોશિંગ્ટન પાસે પહેલેથી જ પૂરતા પરમાણુ હથિયારો છે અને મારું અંતિમ લક્ષ્ય વિશ્વને પરમાણુ મુક્ત બનાવવાનું છે. મને લાગે છે કે પરમાણુ મુક્ત એક મહાન બાબત હશે. આપણે વિશ્વને 150 વખત ઉડાવી શકીએ છીએ. પરંતુ તેની કોઈ જરૂર નથી.’

પરમાણુ ક્ષમતા મામલે અમે નંબર-1 : ટ્રમ્પ

ટ્રમ્પે પરમાણુ ક્ષમતાઓમાં અમેરિકાને પ્રથમ સ્થાને, ત્યારબાદ રશિયાને બીજા અને ચીનને ત્રીજા સ્થાને મૂક્યું હતું. તેમણે કહ્યું કે, ‘શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન જેવા નેતાઓ હવે તેમના પૈસા અન્ય બાબતો પર ખર્ચવા માંગશે. અમે નંબર વન છીએ, રશિયા નંબર બે અને ચીન નંબર ત્રણ છે, જે ઘણું પાછળ છે પણ તેઓ ચાર કે પાંચ વર્ષમાં આગળ આવી જશે. આની કોઈ જરૂર નથી. મેં રાષ્ટ્રપ્રમુખ પુતિન અને શી સાથે આ અંગે વાત કરી છે અને દરેક જણ તે બધા પૈસા અન્ય વસ્તુઓ પર ખર્ચવા માંગશે.’

અમેરિકા ફરી પરમાણુ પરીક્ષણ કરશે

આ નિવેદનો ટ્રમ્પે ગયા અઠવાડિયે આપેલા નિવેદન પછી આવ્યું છે. અગાઉના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, ‘અમેરિકા પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરશે અને પેન્ટાગોનને હથિયારોના પરીક્ષણો ફરી શરૂ કરવાનો નિર્દેશ અપાયો છે. તમને ટૂંક સમયમાં ખબર પડશે. અમે કેટલાક પરીક્ષણો કરવા જઈ રહ્યા છીએ. અન્ય દેશો પરીક્ષણો કરે છે. જો તેઓ કરવાના હોય તો અમે પણ કરીશું.’

આ પણ વાંચો : AIના કારણે વિશ્વભરમાં હાહાકાર, અમેરિકામાં અનેક સેક્ટરોમાં 11 લાખ નોકરી સાફ, ડ્રાઈવર્સની નોકરી પણ જોખમમાં

પરમાણુ પરીક્ષણ ભૂગર્ભમાં થાય છે, તેથી શોધવું મુશ્કે : ટ્રમ્પ

ટ્રમ્પે આ સપ્તાહની શરૂઆતમાં રશિયા અને ચીન પર ગુપ્ત રીતે ભૂગર્ભમાં પરમાણુ પરીક્ષણો કરવાનો આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે, તેઓ આ ભૂગર્ભ પરીક્ષણો વિશે વાત કરતા નથી. તેમણે અમેરિકા માટે પરીક્ષણ ફરી શરૂ કરવાના તેમના આદેશનો બચાવ કરતાં કહ્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ ભૂગર્ભમાં કરવામાં આવે છે, જેના કારણે તેમને શોધવાનું મુશ્કેલ બની જાય છે.

‘જિનપિંગ અને પુતિન જેવા નેતાઓ...’

આ દરમિયાન ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથેની તેમની મુલાકાતને જબરદસ્ત ગણાવી હતી અને ભાર મૂક્યો હતો કે તેઓ સમગ્ર વિશ્વમાં શાંતિ ઈચ્છે છે. ટ્રમ્પે કહ્યું કે, ‘શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન જેવા નેતાઓ હવે અન્ય કામોમાં નાણાં રોકશે. મારી તેમની સાથે વાત થી છે. હવે તેઓ એવું કામ કરશે, જેનાથી લોકોને ફાયદો થાય.

આ પણ વાંચો : અમેરિકામાં શટડાઉનની માઠી અસર : ન્યૂયોર્ક, લોસ એન્જેલસ સહિત 40 એરપોર્ટ પર સંચાલન ઠપ થશે!

Tags :