ચીનમાં 10 મહિનામાં 76 વૈજ્ઞાનિકોના રહસ્યમયી મોત, ગયા વર્ષે 44ના થયા હતા મોત

Younger Scientists Deaths Reports in China : ચીનમાં છેલ્લા 10 મહિનામાં 76 વૈજ્ઞાનિકોના રહસ્યમયી મોત થયા હોવાનો અને ગયા વર્ષે 44ના મોત થયા હોવાનો ઓનલાઈન ડેટાબેઝ સામે આવ્યા બાદ મોટો વિવાદ ઉભો થયો છે. ડેટાબેઝમાં યુવા વૈજ્ઞાનિકો-સંશોધકોના મૃત્યુની માહિતી આપવામાં આવી છે.
મૃત્યુ પામેલાઓમાં યુવાઓ
આ ચોંકાવનારો ડેટાબેઝ CSND નામના એક ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યો હતો, જે સામાન્ય રીતે કમ્પ્યુટર પ્રોગ્રામર્સ માટે હોય છે. રિપોર્ટ મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં 60 વર્ષથી ઓછી ઉંમરના 76 વૈજ્ઞાનિકો-સંશોધકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ગયા વર્ષના 44ના મોત થયા હતા.
33 વર્ષના વૈજ્ઞાનિકનું મોત
આ ડેટા સામે આવ્યા બાદ લોકોમાં ચિંતા વધી છે કે, શું ચીનના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં કોઈ ખતરનાક વલણ છે. સૌથી નાની ઉંમરે મૃત્યુ પામનાર વૈજ્ઞાનિક નાનજિંગ યુનિવર્સિટીમાં સમુદ્ર વિજ્ઞાનનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોંગ સિજિયા હતાં, જેમની ઉંમર માત્ર 33 વર્ષ હતી.
આ પણ વાંચો : અમારી ધીરજની કસોટી ના કરો, જડબાતોડ જવાબ આપીશું... અફઘાનિસ્તાનની પાકિસ્તાનને ધમકી
ડેટાનો હેતુ અને વિવાદ
ગુઆંગડોંગ પ્રાંતના એક ગુમનામ વ્યક્તિે ડેટા તૈયાર કર્યો છે. તેમાં જણાવાયું છે કે, ડેટાનો હેતુ લોકોને જાગૃત કરવાનો અને સરકારને સારી નીતિઓ બનાવવામાં મદદ કરવાનો છે. જોકે આ ડેટાના કારણે મોટો વિવાદ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોએ આ રીત અસંવેદનશીલતા જેવી છે. લોકોએ પૂછ્યું કે, શું આ માહિતી જાહેર કરતા પહેલા વૈજ્ઞાનિકોના પરિવારોની પરવાનગી લેવામાં આવી હતી?
ગયા વર્ષના રિપોર્ટે પણ ચર્ચા ઉભી કરી હતી
મે 2024માં પ્રિવેન્ટિવ મેડિસિન રિપોર્ટ્સ જર્નલમાં એક અભ્યાસમાં પ્રકાશિત થયો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, શૈક્ષણિક ક્ષેત્રે આત્મહત્યાની સંખ્યા ઝડપથી વધી રહી છે, જ્યારે દેશના અન્ય ભાગોમાં તે ઘટી રહી છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, મોટાભાગના યુવા પુરુષ વૈજ્ઞાનિકો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જેવા મુશ્કેલ વિષયો સાથે જોડાયેલા હતા અને 65 ટકા કેસોમાં મૃત્યુનું કારણ કામનું દબાણ હતું.
જોકે આ મામલે શાંઘાઈની ટોંગજી યુનિવર્સિટીના પ્રોફેસર ફેન શિયુદીને કહ્યું કે, મૃત્યુના કારણો પર વધુ સંશોધન કરવાની જરૂર છે, તેમાં બીમારીઓ, અકસ્માતો અથવા પારિવારિક સમસ્યાઓ પણ સામેલ હોઈ શકે છે. માત્ર કામના દબાણને દોષ આપવો સરળ છે, પરંતુ તેનાથી સમસ્યાનું યોગ્ય સમાધાન નહીં થાય.
આ પણ વાંચો : પાકિસ્તાન પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

