અમેરિકાની ચૂંટણી બાદ 2 ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ, ટ્રમ્પનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Oil Prices: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી ચૂંટણીઓ બાદ વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થશે. તેમણે હતું કે 'ઈંધણના ભાવ પ્રતિ ગેલન 2 ડૉલરથી નીચે લાવવાનો પ્રયાસ કરશે.' નોંધનીય છે કે, મીડિલ ઈસ્ટમાં ઈરાન સાથે વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષા સામે ઊભા થયેલા પડકારો વચ્ચે તેમણે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
હોર્મુઝ સ્ટ્રેટમાં અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન
હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે, 'જો ઈરાન કે તેના સમર્થિત જૂથો દ્વારા આવી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, તો અમેરિકા તરફથી લશ્કરી જવાબ આપવામાં આવી શકે છે. શાંતિ અને દરિયાઈ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે યુએસ લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો રહેશે.'
ઈરાન સાથે તુરંત કોઈ વાટાઘાટો નહીં
ઈરાન સાથેના રાજદ્વારી સંબંધો અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'હું હાલના તબક્કે માત્ર પરમાણુ મુદ્દા પૂરતી વાટાઘાટો કરવા માગતા નથી, પરંતુ તેમાં પ્રદેશની એકંદર સુરક્ષા સહિતના અન્ય તમામ વિવાદિત મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ. વ્યાપક કરાર વિના માત્ર એકતરફી વાટાઘાટોનો કોઈ અર્થ નથી.'
રશિયા-યુક્રેન બંને દેશો સતત લડાઈથી કંટાળી ગયા છે: ટ્રમ્પ
બીજી તરફ, રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે 'બંને દેશો હવે સતત ચાલી રહેલા સંઘર્ષથી કંટાળી ગયા છે. જો યોગ્ય રાજદ્વારી પહેલ કરવામાં આવે, તો આ યુદ્ધ પણ ટૂંક સમયમાં ઉકેલાઈ શકે છે.'
ટ્રમ્પના આ નિવેદનોથી વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને ઓઈલના ભાવ ઘટાડવાના તેમના દાવે અને મીડિલ ઈસ્ટમાં સખત વલણના સંકેતે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌનું ધ્યાન ખેંચ્યું છે.




