Get The App

ઇઝરાયેલ અને અમેરિકાનું ઇરાન સાથેનું યુધ્ધ ૪ સપ્તાહ સુધી ચાલી શકે છે - ટ્રમ્પનો દાવો

શરણાગતિ સ્વીકારો અથવા તો મરવા તૈયાર રહો – ટ્રમ્પની ઇરાનના સૈન્યને ધમકી

તમામ લક્ષ્યપૂર્તિ ના થાય ત્યાં સુધી લડાઇ ચાલતી રહેશે

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઇઝરાયેલ અને અમેરિકાનું  ઇરાન સાથેનું  યુધ્ધ ૪ સપ્તાહ સુધી ચાલી શકે છે - ટ્રમ્પનો દાવો 1 - image

ન્યૂયોર્ક,૨ માર્ચ,૨૦૨૬,સોમવાર 

અમેરિકા અને ઇઝરાયેલના ઇરાન પરના હુમલા પછી આ સંઘર્ષ કેટલો ચાલશે એની ચર્ચા ચાલવા લાગી છે.ઇરાને પણ ઝુકવાના સ્થાને તાબડતોબ મિસાઇલ કાર્યવાહી કરી છે. જાપાનની સમાચાર વેબસાઇટ એનએચકેના દાવા મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે આ લડાઇ ૪ સપ્તાહ સુધી ચાલી શકે છે. સૈન્ય અભિયાન પુરપાટ ચાલી રહયું છે ત્યારે તમામ લક્ષ્યપૂર્તિ ના થાય ત્યાં સુધી લડાઇ ચાલતી રહેશે. જો લક્ષ્ય પ્રમાણમાં કઠોર અને પડકારજનક છે. સોશિયલ મીડિયા પહેલા પોસ્ટ પરના એક વીડિયો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સેનાએ ૩ સૈનિકોના મોત થવાનો ઉલ્લેખ કર્યો છે.  જો કે ઇજ્જાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે.ટ્રમ્પે અમેરિકા દ્વારા ઇરાનના ૯ નેવી જહાજનો નાશ કરવાનો દાવો કર્યો હતો.

ઇઝરાયેલ અને અમેરિકાનું  ઇરાન સાથેનું  યુધ્ધ ૪ સપ્તાહ સુધી ચાલી શકે છે - ટ્રમ્પનો દાવો 2 - image

ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગોર્ડ હથિયાર હેઠા મુકીને શરણે આવવાની અથવા તો મોતનો સામનો કરવાની પણ ચેતવણી આપી હતી. ટ્રમ્પે ઇરાનના લોકોને સાહસિક,નીડર અને વીર બનીને દેશનું નેતૃત્વ માટે આગળ આવવાનું આહ્વાન કર્યુ હતું. ટ્રમ્પ અનેક મીડિયા કેન્દ્રોને ઉલ્લેખ કર્યો હતો કે ઇરાન પર સૈન્ય કાર્યવાહીની મૂળ યોજનામાં આગળ વધી રહી છે. ફોકસ ન્યૂઝના એક રિપોર્ટરે ટ્રમ્પને ટાંકીને કહયું હતું કે એક જ ઝાટકે ૪૮ લિડરોનો સફાયો થઇ ગયો છે આ એટલી મોટી સફળતા છે જેના પર કોઇ  વિશ્વાસ કરી શકે નહી. ટ્રમ્પે ધ એટલાન્ટિક પત્રિકાને કહયું હતું કે ઇરાનનું નવું નેતૃત્વ ચર્ચા કરવા ઇચ્છે છે અને તેઓ વાતચીત માટે તૈયાર થઇ ગયા છે.