World

ચીનનું મૂન મિશન : 2030 સુધીમાં બે અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારશે

By GS Team
10 Nov 20262 mins read
TukuTouch Logo
ચીને 2030 પહેલાં અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવાની તૈયારી કરી છે. આ માટે 4 તબક્કાનો પ્લાન તૈયાર થયો છે, જેમાં 3 અવકાશયાત્રીઓ જશે. 2027માં સ્પેસક્રાફ્ટનું પૃથ્વી આસપાસ પરીક્ષણ થશે. 2028માં લેન્ડર ચંદ્ર પર ઉતારી તપાસ કરાશે અને 2029માં બંને યાન જોડાશે. સફળતા બાદ 2030 પહેલાં ચીન લોકોને ચંદ્ર પર ઉતારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનનું મૂન મિશન : 2030 સુધીમાં બે અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારશે
  • ચાર તબક્કાના મિશનમાં ૭ રોકેટનો ઉપયોગ
  • સ્પેસક્રાફ્ટનું ૨૦૨૭માં પૃથ્વીની આસપાસ પરીક્ષણ ૨૦૨૮માં લેન્ડર ચંદ્ર પર ઉતારીને તપાસ કરાશે

બેઈજિંગ : ચીને ૨૦૩૦ પહેલાં અવકાશયાત્રીઓએ ચંદ્ર પર ઉતારવાની તૈયારી શરુ કરી દીધી છે. આ માટે ચાર તબક્કાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મિશન હેઠળ ત્રણ અવકાશયાત્રીઓને ચંદ્ર સુધી મોકલવામાં આવશે, જેમાંથી બે ચંદ્રની સપાટી પર ઉતરીને સંશોધન કરશે, જ્યારે ત્રીજો ચંદ્રની આસપાસ ફરતા યાનમાં રહીને તેમને મદદ કરશે. આ મિશન માટે ચીન બે અલગ-અલગ લોંગ માર્ચ ૧૦ રોકેટનો ઉપયોગ કરશે. અંતિમ મિશન પહેલાં ૨૦૨૭થી સતત ત્રણ વર્ષ સુધી અલગ-અલગ પરીક્ષણો કરવામાં આવશે.
ત્રણ અવકાશયાત્રીઓને લઈ જતાં સ્ીહયડર્રે સ્પેસક્રાફ્ટ મોકલવામાં આવશે, જ્યારે બીજા રોકેટ દ્વારા ન્ચહએી નામનું લેન્ડર ચંદ્ર સુધી પહોંચાડવામાં આવશે. બંને યાન ચંદ્રની આસપાસ પહોંચ્યા બાદ એકબીજા સાથે જોડાશે. ત્યારબાદ ત્રણમાંથી બે અવકાશયાત્રીઓ લેન્ડરમાં બેસીને ચંદ્રની સપાટી પર ઉતરશે. ત્રીજો યાત્રી ચંદ્રની આસપાસ ફરતા સ્પેસક્રાફ્ટમાં રહીને તેમની સાથે સંપર્કમાં રહેશે અને મદદ કરશે. ચંદ્ર પર ઉતરનારા બંને યાત્રીઓ ત્યાં સંશોધન કરશે અને વિવિધ નમૂનાઓ એકત્રિત કરશે. મિશન પૂરું થયા બાદ તેઓ લેન્ડર દ્વારા ફરી ઉપર જઈને સ્પેસક્રાફ્ટ સાથે જોડાશે અને પૃથ્વી પર પાછા ફરશે.
૨૦૨૭માં લોંગ માર્ચ ૧૦એ રોકેટ દ્વારા Mengzhou સ્પેસક્રાફ્ટને પૃથ્વીની આસપાસ અવકાશમાં મોકલી તેનું પરીક્ષણ કરવામાં આવશે. ૨૦૨૮માં ન્ચહએી લેન્ડરને ચંદ્ર પર ઉતારી તેની કામગીરી ચકાસવામાં આવશે. તેમાં ચંદ્ર પર ઉતરવું અને ત્યાંથી ફરી ઉડાન ભરીને ઉપર પહોંચવું સામેલ છે. ૨૦૨૯માં બંને યાનને અલગ-અલગ રોકેટ દ્વારા ચંદ્રની આસપાસ મોકલીને તેમને એકબીજા સાથે જોડવાનું પરીક્ષણ કરવામાં આવશે. આ ત્રણેય પરીક્ષણ સફળ થયા બાદ ચીન ૨૦૩૦ પહેલાં પોતાના લોકોને ચંદ્ર પર ઉતારવાનું લક્ષ્ય પૂર્ણ કરવા આગળ વધશે.ચીનની નજર ચંદ્રના દક્ષિણ ધુ્રવ વિસ્તાર પર છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીંના કેટલાક એવા ખાડાઓમાં પાણીનો બરફ હોઈ શકે છે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી. ભવિષ્યમાં ચંદ્ર પર સંશોધન કેન્દ્ર બનાવવામાં આવે તો આ બરફમાંથી પાણી, ઓક્સિજન અને રોકેટ માટેનું ઇંધણ તૈયાર કરી શકાય છે. ચીન અગાઉ પણ ચંદ્ર પર સંશોધનમાં સફળતા મેળવી ચૂક્યું છે. ૨૦૨૪માં તેના Chang'e-6 મિશન દ્વારા ચંદ્રની પૃથ્વી પરથી ન દેખાતી બીજી બાજુ પરથી માટીના નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્વી પર લાવવામાં આવ્યા હતા.