Get The App

ચીને અમેરિકાનું વધાર્યું ટેન્શન ! USના ફાઈટર જેટની મુશ્કેલી વધારવા બનાવી ખતરનાક ‘JY-27V’ રડાર સિસ્ટમ, જાણો તેની ખાસીયત

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
ચીને અમેરિકાનું વધાર્યું ટેન્શન ! USના ફાઈટર જેટની મુશ્કેલી વધારવા બનાવી ખતરનાક ‘JY-27V’ રડાર સિસ્ટમ, જાણો તેની ખાસીયત 1 - image


China New Military Radar System JY-27V : ચીને સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાંસલ કરી લીધી છે. અત્યાર સુધી ચીન પાસે એકપણ મોસ્ટ એડવાન્સ્ડ રડાર સિસ્ટમ ન હોવાના કારણે તેની સેના નબળી હતી, જોકે હવે તેણે ‘JY-27V’ નામની રડાર સિસ્ટમ બનાવી વિશ્વભરને ચોંકાવી દીધા છે. એવું કહેવાય છે કે, આ રડાર સિસ્ટમ અમેરિકાના ફાઈજેટ એફ-22 અને એફ-35ને સરળતાથી પળવારમાં ઓળખી શકે, તેવી રીતે ડિઝાઈન કરાઈ છે.

ચીને તેની પ્રથમ રડાર સિસ્ટમ પ્રદર્શનમાં મૂકી

અનહુઈ પ્રાંતમાં ડિફેન્સ એક્સ્પોમાં જોવા મળેલા ‘JY-27V’ રડાર સિસ્ટમની ખાસીયતોનો પણ ચીને ખુલાસો કર્યો છે. ચીને કહ્યું છે કે, આ એક ટ્રક-માઉન્ટેડ સિસ્ટમ એટલે કે ટ્રકમાં સરળતાથી બીજા સ્થળે પહોંચાડી શકાય, તેવી સિસ્ટમ છે અને તેને ચીનની સરકારી માલિકીની કંપની ચાઈના ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી ગ્રુપ કોર્પોરેશન (CETC) બનાવી છે.

આ પણ વાંચો : ચીનનો નિર્ણય, ઉચ્ચ અધિકારીઓ સરકારી પૈસે મોંઘા દારૂ-સિગારેટ કે સ્ટાર હોટલોમાં ભોજનની મજા નહિ માણી શકે

રડારમાં હાઈ ફ્રીક્વન્સી રેડિયો તરંગોને પારખવાની ક્ષમતા

ચીને દાવો કર્યો છે કે, ‘JY-27V’ રડારમાં સ્ટીલ્થ ફાઈટર જેટ્સને ટ્રેક કરવાની ક્ષમતા હોવાથી દુશ્મન તરફથી આવતા કોઈપણ હુમલાને તુરંત રોકવાની ક્ષમતા ધરાવે છે. રડારમાં હાઈ ફ્રીક્વન્સી રેડિયો તરંગોને તાત્કાલીક પરખવાની ક્ષમતા હોવાથી સામેથી આવતી કોઈપણ મિસાઈલ કે ડ્રોનને સરળતાથી પારખી તેને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

ચીન તાઈવાન પાસે વિવાદિત વિસ્તારમાં રડાર સિસ્ટમ તહેનાત કરશે

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘ચીને અત્યાધુનિક મોસ્ટ એડવાન્સ્ડ  ‘JY-27V’ રડાર સિસ્ટમ બનાવી દીધી છે અને હવે ચીન સિસ્ટમને તાઈવાન સ્ટ્રેટ જેવા વિવાદિત વિસ્તારમાં અમેરિકન ફાઈટ જેટ્સને ટ્રેક કરવા માટે તહેનાત કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.’ રિપોર્ટમાં અમેરિકાનું નામ લીધા વગર એવું પણ કહેવાયું છે કે, ‘હવે સ્ટીલ્થ ટેકનોલોજીને પકડી પાડતી રડાર સિસ્ટમ તૈયાર ગઈ ગઈ છે, તેથી આધુનિક યુદ્ધમાં સ્ટીલ્થ ફાઈટર જેટ્સના ભવિષ્ય પર સવાલ ઉઠી રહ્યા છે.’

આ પણ વાંચો : ચોખા અંગે જાપાનના મંત્રીએ આપ્યું એવું નિવેદન કે રાજીનામું આપવાની નોબત આવી, જાણો મામલો

Tags :