Get The App

ટ્રમ્પના ખાસ ચાર્લી કર્કની ગોળી મારી હત્યા, યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ કરાયું

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના ખાસ ચાર્લી કર્કની ગોળી મારી હત્યા, યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ કરાયું 1 - image


Charlie Kirk: કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ 'ટર્નિંગ પોઇન્ટ યુએસએ'ના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની બુધવારે (10 સપ્ટેમ્બર) યૂટા વેલી યુનિવર્સિટીમાં એક ડિબેટ ઇવેન્ટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ચાર્લી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ખૂબ નજીકનો માણસ હતો. ખુદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેના મોતની જાણકારી આપી હતી. ટ્રમ્પે ચાર્લીના સન્માનમાં દેશના તમામ રાષ્ટ્રીય ધ્વને અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો છે. 

આ પણ વાંચોઃ ઇલોન મસ્કને પછાડી લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

ટર્નિંગ પોઇન્ટ દ્વારા આયોજિત ચર્ચામાં ડિબેટ દરમિયાન જ્યારે કર્ક બોલી રહ્યો હતો, ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો. અહેવાલો અનુસાર, એસોસિએટેડ પ્રેસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કર્કને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે પરંતુ, હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. 

ટ્રમ્પના ખાસ ચાર્લી કર્કની ગોળી મારી હત્યા, યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ કરાયું 2 - image

પહેલાંથી જ થઈ રહ્યો હતો ઇવેન્ટનો વિરોધ 

કેટલાક લોકોએ યુનિવર્સિટીમાં કર્કની હાજરીનો વિરોધ પણ કર્યો હતો. યુનિવર્સિટી વહીવટીતંત્રએ તેના કાર્યક્રમ રદ કરવાની માંગ કરતી એક ઓનલાઈન અરજી મળી હતી, જેના પર લગભગ 1,000 સહીઓ હતી. પરંતુ ગયા અઠવાડિયે યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી હતી કે, કાર્યક્રમ રદ કરવામાં નહીં આવે. કારણ કે તે પહેલાં સંશોધન હેઠળ 'વાણી સ્વતંત્રતા' અને 'સંવાદ'ની સ્વતંત્રતા સાથે સંબંધિત મામલો છે.

આ પણ વાંચોઃ 'ભારત-ચીન પર 100 ટકા ટેરિફ ન લગાવી શકીએ...', EUએ ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવ્યો


ટ્રમ્પના ખાસ ચાર્લી કર્કની ગોળી મારી હત્યા, યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ કરાયું 3 - image

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

ચાર્લીના મૃત્યુ વિશે માહિતી આપતા ટ્રમ્પે લખ્યું, 'ગ્રેટ, અને ખરેખર લેજન્ડરી, ચાર્લી કર્ક હવે આ દુનિયામાં નથી. અમેરિકાના યુવાનોને તેનાથી વધુ સારી રીતે કોઈ સમજી શક્યું નથી અને ચાર્લી જેવું હૃદય કોઈનું નહોતું. દરેક તેને પ્રેમ અને સન્માન કરતા હતાં, ખાસ કરીને હું. હવે તે આપણી વચ્ચે નથી. મેલાનિયા અને હું તેની પ્રિય પત્ની એરિકા અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ચાર્લી, અમે વી લવ યુ!'


Tags :